
Ahmedabad News: અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડર ગ્રુપમાં રમણ પટેલ સાણંદ કોર્ટમાં અરજી કરી છે. સાણંદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા કેસમાં હંગામી જામીન માટે અરજી કરી છે. દસ દિવસના હંગામી જામીન આપવા કોર્ટમાં અરજી કરી છે. રમણ પટેલે પોતાની પત્નીની સારવાર માટે જામીન માંગ્યા છે. પોતાની પત્નીને ઓપરેશનને લઈને જામીન માંગ્યા છે. 2 જૂનના રોજ સુણાવણી હાથ ધરાશે.
શું હતો સમગ્ર મામલો?
શહેરના મકરબા ગામની સીમમાં આવેલી વડીલો પાર્જીત જમીનને પચાવી પડવાના કાવતરા અંગેની ફરિયાદ ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં ગાંધીનગર સીઆઈડી ક્રાઈમમાં નોંધાઈ હતી. જેમાં આરોપી તરીકે પોપ્યુલર બિલ્ડર ગ્રુપના ચેરમેન રમણ પટેલ સહીત આઠ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે મામલે સીઆઈડી ક્રાઈમે સાબરમતી જેલમાં હત્યાના પ્રયાસના ગુનામાં સજા કાપી રહેલા રમણ પટેલની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રમણ પટેલ અને તેમના મળતિયાએ વેજલપુરના મકરબા સ્થિત આવેલી વડીલો પાર્જીત જમીન પચાવી પાડવા સારું થઈને જમીનના મૂળ માલિકના મૃત્યુ પામ્યા બાદ પણ તેમના અંગુઠાના નિશાન વિવિધ દસ્તાવેજો સહીત વેચાણ દસ્તાવેજો પર સિગ્નેચર અને મંજુરી મળી હોવાના તમામ બનાવટી ડોક્યુમેન્ટ ઉભા કરીને જમીનની માલિકી પોતાની બતાવી દીધી હોવાનો કાવતરું રચ્યું હતું.