Home / India : MP raises questions over suspicion of cyber attack behind Ahmedabad plane crash

અમદાવાદ વિમાન દુર્ઘટના પાછળ સાઇબર એટેકની આશંકા, સાંસદે ઉઠાવ્યા સવાલ

અમદાવાદ વિમાન દુર્ઘટના પાછળ સાઇબર એટેકની આશંકા, સાંસદે ઉઠાવ્યા સવાલ

શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે અમદાવાદ વિમાન દુર્ઘટના પર સવાલ ઉભા કર્યા છે. આ દુર્ઘટનામાં 275 લોકોના મોત થયા હતા. સંજય રાઉતનું કહેવું છે કે દુશ્મન દેશ કેટલીક વખત ભારતના સૈન્ય પ્રતિષ્ઠાનો પર સાઇબર હુમલો કરવાનો પ્રયાસ કરી ચુક્યા છે. ક્યાક અમદાવાદ વિમાન દુર્ઘટના પાછળ પણ દુશ્મનનું કોઇ ષડયંત્ર તો નથીને?

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સંજય રાઉતે શું કહ્યું?

સંજય રાઉતે કહ્યું, "હું એક્સપર્ટન નથી. અમદાવાદમાં જે રીતે વિમાન ઉડવાની 30 સેકન્ડમાં જ ક્રેશ થઇ ગયું તેના પર સવાલ ઉભા થવા સ્વાભાવિક છે. ક્યાક આ કોઇ દુશ્મન દેશ દ્વારા વિમાન પર કરવામાં આવેલો સાઇબર હુમલો તો નહતો,કારણ કે તે પહેલા પણ ભારતીય સૈન્ય પ્રતિષ્ઠાનોને નિશાન બનાવવાનો પ્રયાસ કરી ચુક્યા છે?"

સંજય રાઉતે કહ્યું, "ભાજપ બોઇંગ ડીલનો સખત વિરોધ કરતું હતું. જ્યારે આ ડિલ થઇ ત્યારે પ્રફુલ્લ પટેલ નાગરિક ઉડ્ડયન મંત્રી હતા. હવે લોકો હવાઈ મુસાફરી કરતા ડરશે. ઉડ્ડયન ક્ષેત્રમાં મેઇનટેનન્સ સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે. અમદાવાદનો મેઇનટેનન્સ કરાર કોની પાસે છે? આ દુર્ઘટના અમદાવાદમાં જ કેમ થઇ? અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરનાર વિમાન દુર્ઘટનાનો ભોગ કેવી રીતે બન્યું?

હાઇલેવલ કમિટીની રચના

મહત્ત્વપૂર્ણ છે કે અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ કેન્દ્ર સરકારે એક હાઇલેવલ કમિટીની રચના કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે નોટિસ જાહેર કરતા જાણકારી આપી કે આ હાઇલેવલ કમિટી વિમાન દુર્ઘટનાની તપાસ કરશે. કમિટીને તપાસ રિપોર્ટ જમા કરવા માટે 3 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. 

Related News

Icon