મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રી અને શિવસેનાના દિગ્ગજ નેતા સંજય શિરસાટ ઘણા દિવસોથી મુશ્કેલીમાં મુકાયા છે. થોડા દિવસો પહેલા આયકર વિભાગે અચાનક વધી ગયેલી સંપત્તિ મુદ્દે શિરસાટને નોટિસ ફટકારી હતી, ત્યારે હવે તેમનો નોટોથી ભરેલી બેગ અને સિગારેટના કશ સાથેનો વીડિયો વાયરલ થયો છે. આ ઘટના બાદ વિપક્ષો આક્રમક બની ગયા છે. શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે ફડવણવીસ પર કટાક્ષ કર્યો છે.

