રાજ્યભરમાં વરસાદની આગાહી મુજબ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મોડી રાતથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં વલસાડ, તાપી, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ જોવા મળ્યો હતો. આ સિવાય ગીર પંથકમાં પણ વહેલી સવારથી ભારે વરસાદ જોવા મળ્યો હતો. આ સિવાય અમદાવાદ, વડોદરા શહેરમાં પણ વરસાદી વાદળો ઘેરાયા હતા. એવામાં હવામાન વિભાગે આજે ભરૂચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય રાજ્યના અન્ય 15 જિલ્લામાં પણ વરસાદની આગાહી કરી છે.

