
Amreli News: સાવરકુંડલા શહેરના ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ધરાવતા અશોકભાઈ ચૌહાણ નામના એક વેપારીએ આઠ શખ્સો પાસેથી વેજે પૈસા લીધા હતા. ત્યારે વ્યાજખોરો અશોકભાઈની મિલકત પચાવી પાડવાની ધમકીઓ આપતા હતા. જેને લઇને અશોકભાઈ તેમના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
આ ઘટના સાવરકુંડલાના દેવળાગેઇટ વિસ્તારમાં બની હતી જ્યાં કડિયા જ્ઞાતિ અને ફરસાણ એસોસિયેશનના આગેવાન તથા ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ચલાવતા અશોકભાઈ ચૌહાણ પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. અશોકભાઈ ઘરે એકલા હતા ત્યારે છતમાં હુકમાં ચુંદડી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો પરિવાર દ્વારા તેમને નીચે ઉતારી સાવરકુંડલા દવાખાને લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
અશોકભાઈના ખીચામાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં તેમણે આઠ શખ્સોના નામ લખ્યા હતા. અશોકભાઈ આ આઠ શખ્સો પાસેથી અલગ અલગ રૂપિયાની રકમ લીધી હતી રૂપિયા 25 લાખ જેવી રકમનું મહિને પાંચથી દસ ટકા વ્યાજ વ્યાજખોરો વસૂલતા હતા અને વ્યાજખોરો અશોકભાઈની મિલકત પચાવી પાડવા માટે ધમકીઓ પણ આપતા હતા.
પુત્રએ 8 વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જેમાંથી 2 ઝડપાયા
સાવરકુંડલા શહેરના ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ચલાવતા અશોકભાઈ ચૌહાણ નામના એક વેપારીએ ઘરે પાછો કાઈ આત્મહત્યા કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.ત્યારે અશોકભાઈ ના ખીચામાંથી સુસાઈટ નોટ મળી આવતા તેમના પુત્ર ધર્મએ 8 વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.8 વ્યાજખોરમાંથી પોલીસે 2 વ્યાજખોરને ઝડપી લીધા છે અને બીજા 6 વ્યાજખોર ને પકડવાની પોલીસ દ્રારા તજવીજ હાથ ધરવામાં આવી છે.
વ્યાજે પૈસા લઈને અનેક લોકો વ્યાજખોરના શિકાર બન્યા છે ત્યારે સાવરકુંડલા શહેરના ગાંધી ચોકમાં આવેલ મીઠાઈને ફરસાણની દુકાન ધરાવતા અશોકભાઈ ચૌહાણ રૂપિયા 25 લાખ જેવી રકમ 8 વ્યાજખોર પાસેથી લીધી હતી. જેમાં દર મહિને પાંચથી દસ ટકા વ્યાજ વસૂલવામાં આવતું હતું. ત્યારે વ્યાજખોરોએ મિલકત પચાવી પાડવાની ધમકી આપતા અશોકભાઈ ચૌહાણ ને પોતાના ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. અશોકભાઈ આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો...