IPL 2025ની 69મી મેચમાં પંજાબ કિંગ્સ (PBKS) મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે ટકરાશે. આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. જોકે બંને ટીમોએ આ સિઝનના પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે, તેમ છતાં તેમના માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ મેચ જે પણ ટીમ જીતશે તે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ-2માં સ્થાન મેળવશે અને તેને ક્વોલિફાયર-1 રમવાની તક મળશે. ચાલો તમને જણાવીએ કે આ મેચ દરમિયાન સવાઈ માનસિંહ સ્ટેડિયમની પિચ કેવી હશે.

