
દાહોદ મનરેગા કૌભાંડમાં બચુ ખાબડના બન્ને પુત્રોએ લાખો રૂપિયા સેરવી લીધા છે. આ કૌભાંડ બાદ મંત્રી પુત્રો જેલના સળિયા પાછળ ધકેલાયા હતા. સમગ્ર તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, મનરેગા કૌભાંડ બાદ મંત્રી બચુ ખાબડ હજુ સુધી સચિવાલયમાં ફરક્યા નથી, મંત્રી ચેમ્બર ખાલી પડી છે.
કેબિનેટની બેઠકમાં ય હાજર રહ્યા નથી
મંત્રી બચુ ખાબડ કેબિનેટની બેઠકમાં ય હાજર રહ્યા નથી. ગ્રામ પંચાયતોના ચૂંટણી પરિણામે જાહેર થઈ ચૂક્યા છે, ત્યારે સરકારે સરપંચોને નોતરું પાઠવ્યું છે. ઉલ્લેખનીય છે કે સંમેલનમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ હાજર રહે તેવી સંભાવનાઓ છે.
સરકારી કાર્યક્રમમાં રાજ્યકક્ષાના કૃષિમંત્રી બચુખાબડ ગેરહાજર રહે તેવી શક્યતા
આગામી ગુરવારે ગાંધીનગરના અડાલજ પાસે આવેલાં ત્રિમંદિરમાં નવા ચૂંટાયેલા સરપંચોનું એક સંમેલન આયોજીત કર્યું છે. આ સરકારી કાર્યક્રમમાં રાજ્યકક્ષાના કૃષિમંત્રી બચુખાબડ ગેરહાજર રહે તેવી શક્યતા છે. એવી ચર્ચા છે કે, જો મંત્રી મંડળનું વિસ્તરણ થશે તો બચુ ખાબડની વિદાય નક્કી છે. આ જોતાં હાલ ખાબડ ભૂર્ગભમાં ઉતરી પડ્યાં છે.