ગુજરાતમાં બાળકીઓની સુરક્ષા સામે અને શિક્ષણ જગતને કંલક લગાવવાળો કિસ્સો સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના સડલા ગામમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં સરકારી શાળાના આચાર્ય દ્વારા 9 વિદ્યાર્થીનીઓ પર છેડતી કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે.
સ્થાનિકોમાં રોષ ફેલાયો
આ ઘટના બાદ સ્થાનિકો અને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે જ્યારે આચાર્યની પોલીસ અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ ત્યારે લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. પોલીસ સ્ટેશનનો ઘોરાવ કરીને ન્યાયની માંગણી કરી છે. ઘટનાની જાણ થતાં પોલીસ આચાર્યની અટકાયત કરીને લઈ જઈ રહી હતી ત્યારે બહોળી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો એકત્રિત થઈ ગયા હતા.
આચાર્ય સામે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવીનો આરોપ
આચાર્ય સામે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી, જેના કારણે પોલીસની કામગીરી પર શંકા ઉભી થઈ રહી છે. જોકે વધુ કોઈ વિદ્યાર્થીની આચાર્યંની છેડતીનો ભોગ બને તે પહેલા તેના ધરપકડની માંગણી કરવામાં આવી છે..