VIDEO: તાપી જિલ્લા સહિત આસપાસના વિસ્તારમાં ઘણા સમયથી મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વ્યારા શહેરમાં ખાબકેલા ભારે વરસાદ વચ્ચે મિશ્ર શાળામાં કમરસુધી પાણી ભરાઈ ગયા હતા. જેથી વ્યારા નગરપાલિકાની પ્રી-મૉન્સૂનની કામગીરીની પોલ જાહેરમાં ખુલી ગઈ હતી.
તંત્રએ વ્યારા શહેરમાં રોડ-રસ્તાને લઈને કોઈ કામગીરી કરી હોય તો વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ થઈ જાય. પરંતુ વરસાદી પાણી જ્યારે બાળકોની શાળામાં ઘુસી જતા નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ શું કામગીરી કરી છે તે સૌને ખબર પડી જાય. વ્યારામાં વરસેલા વરસાદ બાદ આજે શનિવાર હોવાથી સવારની શાળા હતી. શાળામાં પાણી ભરાઈ જતા નગરપાલિકાના સ્થાનિક કોર્પોરેટર અને નાગરિકો દ્વારા બાળકોને બહાર હેમખેમ કાઢવામાં આવ્યા હતા. છેલ્લે જ્યારે વિદ્યાર્થીઓને બહાર કાઢી લેવામાં આવ્યા બાદ નગરપાલિકાની ટીમ અને સ્થાનિક કોર્પોરેટર દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો જે બાદ સૌને રાહત થઈ હતી.