
Katch News : ગુનેગારો જેલમાં ધકેલાયા બાદ પણ ગુનો આચરવાનું છોડતા નથી. આવો જ એક કિસ્સો કચ્છ જીલ્લાના ભૂજની પાલારા જેલમાં જોવા મળ્યો છે. પાલારા ખાસ જેલમાંથી કચરાની ડોલમાં છુપાવેલો મોબાઈલ મળી આવ્યો છે. એન્ડ્રોઇડ મોબાઈલ સીમ કાર્ડ સાથે મળી આવ્યો હતો. આ અંગે ભુજના બી ડિવિઝન પોલીસે ફરીયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ભૂજ શહેરની ખાસ ગણાતી એવી પાલારા જેલમાંથી અવારનવાર મોબાઈલ મળી આવવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. જેલમાંથી કચરાની ડોલમાં છુપાવેલો મોબાઈલ મળ્યો છે. અમદાવાદથી આવેલી ઝડતી સ્કવોડની ટીમે બેરેક નંબર 909માં તપાસ કરતાં કચરાની ડોલમાં રાખેલો મોબાઈલ જપ્ત કર્યો હતો. ટીમે સર્કલ નંબર 101ના યાર્ડ નંબર 5ની બેરેક નંબર 909માં આવેલ ચોકડીમાં શોધખોળ કરતા કચરાની ડોલમાંથી એક આઇટેલ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઈલ બીએસએનએલના કાર્ડ સાથે મળી આવ્યો હતો. આ મોબાઈલ કોનો છે અને ક્યાંથી આવ્યો તથા તેમાં કોની કોની સંડોવણી છે, તેની તપાસ ભુજ બી ડિવિઝન પોલીસે ફરીયાદ નોંધી કરી છે.