
બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં કામ કરતાં પોલીસ કર્મીઓ વચ્ચેનો આંતરિક ઘર્ષણ પોલીસ ફરિયાદમાંપરિણમી. પોલિસ્ટ સ્ટેશનમાં કામ કરતાં પોલીસ કર્મીઓએ એક બીજા વિદરૂદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ દાખલ કરતાં મુદ્દો ચર્ચાનો વિષે બન્યો છે.
બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ ચુડાસમા દ્વારા મહિલા કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી, મહિલા કોન્સ્ટેબલ અને તેના સાથી મિત્ર એડવોકેટ વિરુદ્ધ ફરજમાં રૂકાવટ નાખવા અને જયાંથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધવામાં આવી હતી. જ્યારે સામે પક્ષે મહિલા કોન્સ્ટેબલ દ્વારા છેડતી સહિતની ફરિયાદ જયપાલસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલિસોની સામસામે ફરિયાદને લઈને બોટાદ શહેરના ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે. ત્યારે સમગ્ર ફરિયાદ અનુસંધાને તપાસ કાર્યવાહી હાથ ધરી સત્યતા બહાર લાવામાં આવશે કે તેમ તે એક મોટો સવાલ બન્યો છે.