
કન્યાકુમારી પોલીસે પેન્ટેકોસ્ટલ ચર્ચના એક પાદરીની ધરપકડ કરી છે, આ પાદરીએ એક પરિણિત મહિલાને તેની બિમારી મટાડવાના બહાને જાતીય હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પાદરીએ તે મહિલાને કહ્યું કે, તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓ તમારા પતિ સાથેના સંબંધને કારણે ઉદ્ભવી છે, જો તમે મારી સાથે સાથે જાતિય સંબંધ બનાવશો તો તમે સાજા થઈ જશો.
પીડિત મહિલા થુકલે પ્રદેશની છે, જે છેલ્લા કેટલાક સમયથી બિમાર હતી અને સાજા થવાની આશામાં તેણે મેક્કામંડપમ વિસ્તારમાં આવેલા ફુલ ગોસ્પેલ પેન્ટેકોસ્ટલ ચર્ચની મુલાકાત લીધી. ત્યાં પાદરી રેજીમોને દાવો કર્યો કે તેખાનગી પ્રાર્થના દ્વારા મહિલાને સાજી કરી શકે છે.બાદમાં તેણે આ ખાનગી પ્રાર્થના દરમિયાન મહિલાને ભેંટી ગયો અને તેના પર જાતિય હુમલાનો પ્રયાસ કર્યો. બાદમાં મહિલા ત્યાંથી ભાગી જવામાં સફળ રહી અને તરત જ થુકલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસે 26 જૂને પાદરી રેજીમોનની ધરપકડ કરી અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો.