Home / Gujarat / Panchmahal : driver dies after being crushed after tractor falls

Panchmahalમાં ટ્રેક્ટર કેનાલમાં ખાબકતાં 28 વર્ષીય ચાલકનું દબાઈ જવાથી મોત

Panchmahalમાં ટ્રેક્ટર કેનાલમાં ખાબકતાં 28 વર્ષીય ચાલકનું દબાઈ જવાથી મોત

Panchmahal News: ગુજરાતભરમાંથી સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે પંચમહાલના શહેરામાં ટ્રેક્ટર અચાનક કેનાલમાં ખાબકી જતાં 28 વર્ષીય ટ્રેક્ટર ચાલક યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. યુવકનું મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ટ્રેક્ટર કેનાલમાં ખાબકતાં ચાલકનું મોત

પંચમહાલના શહેરા તાલુકાના જુના ખાંધવા ગામે 28 વર્ષીય સુખા પ્રભાતભાઈ બારીઆ ખેતરમાં ધરું નાખીને ટ્રેક્ટર લઈને ઘરે પરત ફરી રહ્યો હતો. યુવક ટ્રેક્ટર લઈને પોતાની ઘરની પાછળના ભાગે આવેલી કેનાલવાળા રસ્તેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અચનાક ટ્રેકટર પલ્ટી મારી ગયું હતું અને કેનાલમાં જઈ પડતાં દુર્ઘટના સર્જાઈ હતી.

શહેરા તાલુકાના જુના ખાંધવા ગામનો ૨૮ વર્ષીય યુવક સુખાભાઈ પ્રભાતભાઈ બારીઆનું ટ્રેક્ટર નીચે દબાઈ જતા મોત નીપજ્યું છે. ધરું નાખીને પરત ઘરે આવતો હતો તે સમયે તેના ઘરની પાછળના ભાગે આવેલ કેનાલ પાસેથી પસાર થતી વેળાએ અચાનક ટ્રેકટર પલ્ટી જતાં ટ્રેક્ટર કેનાલમાં ખાબક્યું હતું. ઘટનાની જાણ થતાં ગ્રામજનો દોડી આવ્યા હતા. તેમજ ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ૨૮ વર્ષીય યુવકનું ટ્રેક્ટર નીચે દબાઈ જવાથી મોત થતાં પરિવારજનો સહિત નાનકડા ગામમાં શોકની લાગણી પ્રવર્તી હતી

Related News

Icon