Home / Business : How do you trade and invest in a range-bound market?

શું બજાર સાંકડી રેન્જમાં અટવાઇ ગયું છે? રેન્જ બાઉન્ડ માર્કેટમાં કેવી રીતે કરશો ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ?

શું બજાર સાંકડી રેન્જમાં અટવાઇ ગયું છે? રેન્જ બાઉન્ડ માર્કેટમાં કેવી રીતે કરશો ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ?

બુધવારે ભારતીય શેરબજારમાં સાંકડી  રેન્જમાં વધઘટ જોવા મળી હતી. પરંતુ અંતે તે વધારા સાથે લીલા નિશામાં બંધ થયો હતો. શરૂઆતના વધારા પછી, નિફ્ટી સાંકડી રેન્જમાં આગળ વધ્યા બાદ અંતે 24,612 ના સ્તરે બંધ થયો. સેક્ટલ ઇન્ડેક્સના મોરચે મિશ્ર વલણ રહ્યું. મેટલ અને એનર્જી શેરોના ભાવમાં વધારો જોવા મળ્યો. જ્યારે રિયલ્ટી અને નાણાકીય સેક્ટરના ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા. આ કારોબારી સત્રની ખાસ વાત એ હતી કે બ્રોડર માર્કેટમાં મજબૂતી જોવા મળી. મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 0.7% થી 0.8% નો વધારો નોંધાયો હતો. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જોકે, ગુરુવારે (૫ જૂન) બજાર આ રેન્જ તોડતું જોવા મળ્યું. સેન્સેક્સ-નિફ્ટીમાં વધારો જોવા મળ્યો. માસ્ટર કેપિટલ સર્વિસીસના આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ (રિસર્ચ અને એડવાઇઝરી) વિષ્ણુકાંત ઉપાધ્યાયે શેરબજારની પ્રવર્તમાન સ્થિતિમાં શું કરવું જોઇએ, તે અંગે કેટલીક સલાહો આપી છે.  

રેન્જ બાઉન્ડ માર્કેટમાં રોકાણકારો માટે સૌથી મોટો પડકાર
રેન્જ શરૂ થાય તે પહેલાં ટ્રેન્ડને સમજવું મહત્વપૂર્ણ છે. રેન્જ-બાઉન્ડ બજારોમાં વેપારીઓ અને રોકાણકારો જે સૌથી મોટો પડકારનો સામનો કરે છે તે સ્પષ્ટ દિશાનો અભાવ છે. આ પરિસ્થિતિ ઘણીવાર મૂંઝવણ પેદા કરે છે અને  ટ્રેડિંગમાં અસ્થિર પરિણામો તરફ દોરી જાય છે.

રોકાણકારો શુ સ્ટ્રેટેજી આપનાવે?
રેન્જ બાઉન્ડ માર્કેટમાં સફળ વ્યૂહરચના અપનાવવા બજારમાં રેન્જ શરૂ થાય તે પહેલાં ટ્રેડર્સ ટ્રેન્ડને સમજે તે મહત્વપૂર્ણ છે જેથી યોગ્ય વ્યૂહરચના અપનાવી  શકાય. સક્રિય ટ્રેડર્સ માટે, સપોર્ટ લેવલની નજીક ખરીદી અને પ્રતિકાર લેવલની નજીક નફો બુક કરવા જેવી રેન્જ-ટ્રેડિંગ વ્યૂહરચના અસરકારક સાબિત થઈ શકે છે. આ સાથે, વોલ્યુમ વિશ્લેષણ અને પ્રાઇસ એક્શન પર ધ્યાન આપવાથી ટ્રેડિંગ ટાઇમિંગ અનેરિસ્ક મેનેજમેન્ટમાં મદદ કરે છે. તે જ સમયે, કન્ઝર્વેટિવ ટ્રેડર્સે  ધીરજ રાખવી જોઈએ અને  જ્યાં સુધી સાંકડી વધઘટમાંથી વોલ્યુમ સાથે સ્પષ્ટ બ્રેક આઉટ ન દેખાય ત્યાં સુધી નવી પોઝિશન લેવાનું ટાળવું જોઇએ. 

લાંબા ગાળાના રોકાણકારો માટે બ્રેકઆઉટનો સમય શું છે?
રેન્જ-બાઉન્ડ બજારો પણ લાંબા ગાળાના રોકાણકારોને સંકેત આપે છે. તે કાં તો વલણમાં વિરામ પછી એકત્રીકરણનો તબક્કો હોઈ શકે છે અથવા નબળાઈનો સંકેત હોઈ શકે છે. જો આ તબક્કો મજબૂત તેજી પછી આવે તો આને એક હેલ્ધી  કોન્સોલિડેશન ગણી શકાય અને આવા સમયે રોકાણકારો ધીમે ધીમે રેન્જના નીચલા સ્તરે સારા શેરો ભેગા કરી શકે છે. બીજી બાજુ, જો આ રેન્જ લાંબા ઘટાડા પછી રચાઈ રહી હોય તો તે સંભવિત નબળાઈનો સંકેત હોઈ શકે છે.

શું આ સમયે રોકાણ કરવાનું ટાળવું જોઈએ?
આવા કિસ્સાઓમાં રોકાણકારોએ બોટમ ફોર્મેશન અથવા રેઝિસ્ટન્સ બ્રેકઆઉટના સ્પષ્ટ સંકેતો દેખાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ.

Related News

Icon