Home / : Hannibal: Who is named after Alexander the Great

Shatdal/ હનીબાલ:જે પરાજિત થયો હોવા છતાં તેનું નામ એલેકઝાન્ડર ધ ગ્રેટ પછી મુકાય છે

Shatdal/ હનીબાલ:જે પરાજિત થયો હોવા છતાં તેનું નામ એલેકઝાન્ડર ધ ગ્રેટ પછી મુકાય છે

હેમિલકાર બાર્કા એક મહાન સેનાપતિ, મહાન યોધ્ધો, કાર્થેજ પ્રજાસત્તાકનો પ્રમુખ અને સરમુખત્યાર ઉત્તર આફ્રિકામાં એક મહાન સામ્રાજય તેણે સ્થાપ્યું. તેણે એક યુદ્ધમાં નીકળતાં પહેલાં પાસે ઉભેલા તેના ૯ વર્ષના જ પુત્ર હનીબાલને પૂછ્યું : 'તું યુદ્ધમાં આવવા તૈયાર છે ?' જવાબ હતો 'હા', તો આ બલિની ઉપર હાથ મુકી કહે અને શપથ લે કે હું જીવનભર રોમ અને રોમનોને ધિક્કારતો રહીશ. પુત્રે શપથ લીધા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ કાર્થેજિયન્સ કોણ હતા. મહામના વિવરાંએ તેઓની ઈતિહાસ ગ્રંથ શ્રેણીના ત્રીજા ગ્રંથ (સીઝર એન્ડ ક્રાઈસ્ટ)માં લખ્યું છે તેઓ સેમેટિક્સ હતા. એટલે વર્તમાન ઈઝરાયલમાં રહેતા યહુદીઓના પિત્રાઈઓ હતા. તેઓ સીરીયાના તટ ઉપરથી વર્તમાન ટયુનિશ પાસે આવેલાં સ્થળે સ્થિર થયા તેનું નામ હાર્થેજ આપ્યું. તે પ્રજા યુદ્ધોત્મક ન હતી. મૂળભૂત રીતે તો તે વ્યાપારી પ્રજા હતી. તેમાં હેમિલ્કાર બાર્કા એક મહાન યોદ્ધો અને સેનાપતિ થયો. તેનો પુત્ર માત્ર ૯ વર્ષનો જ હતો ત્યારથી તે તેને યુદ્ધોમાં સાથે લઈ જતો ત્યારે હીસ્પાનિયા (સ્પેન)નો દક્ષિણ ભાગ કાર્થેજના હાથમાં હતો. ઉત્તરે રોમન સત્તા હતી. ફીનીશ્યન્સ ઉપરથી રોમનો તેઓને 'પ્યુનિક્સ' કહેતા. આ સાથે પ્યુનિકસ અને રોમન્સ વચ્ચે પહેલું પ્યુનિક યુદ્ધ થયું તેમાં હેમિલ્કાર વીરગતિ પામ્યા.

તે પછી કમાન્ડ, હનીબાલના બનેવી, હસુબાલના હાથમાં સેનાપતિ પદ આવ્યું. પરંતુ પિતાશ્રીના હાથ નીચે હનીબાલ એટલો તૈયાર થયો હતો કે, ખાદ્યાન્ન ન મળે તો પણ ભૂખ્યા પેટે કેમ ખેંચવું . અરે ! રાત્રે કોઈ કોઈ વાર સતત જાગતા રહેવું અને સૌથી વધુ સૈનિકોની સંભાળ રાખવી. હનીબાલ ૯ વર્ષનો હતો ત્યાંથી ૧૮ વર્ષનો પડછંદ યુવાન થયો ત્યાં સુધીમાં તો તે 'યુદ્ધવિદ્યામાં પારંગત થઈ ગયો હતો. તેના પિતાને લાગ્યું કે, 'હનીબાલ મારો સાચો વારસ બની શકશે.' નાનપણથી જ યુદ્ધ વિદ્યામાં પારંગત તેવા હનીબાલને સૈનિકો પણ પ્રેમ કરતા હતા. તે હવે પ્રમુખ બન્યો હતો. (પિતાના અવસાન પછી) છતાં સામાન્ય સૈનિક જેવું જ જીવન જીવતો હતો. તેનામાં નૈસર્ગિક રીતે જ તે શક્તિ હતી કે તે શત્રુની હવે પછીની હિલચાલ શી હશે તેનું અનુમાન બાંધી શકતો. ખરેખર શત્રુઓ (રોમનો) તે પ્રમાણે જ ચાલ ચાલતા.' આથી સૈનિકોનો પ્રેમ હવે આદરમાં પરિણમ્યો. તે જાસૂસો પણ રાખતો. તેટલું જ નહીં પોતે જ વેશપલ્ટો કરી જાન જોખમમાં નાખી દુશ્મન છાવણીમાં પહોંચી જતો અને દુશ્મનોની હીલચાલની માહિતી મેળવતો. તેના બનેવીએ હવે તેને 'કમાન્ડ' સોંપ્યો.

હનીબાલ સ્વભાવે આનંદી હતો, રોમન ઈતિહાસકાર લીવી તેને ક્રૂર, દગાબાજ વગેરે ઉપનામો તેને આપતા હતા. પરંતુ લીવીનું તે કથન ખોટું હતું. તે સુસંસ્કૃત હતો. ગ્રીક પુસ્તકો વાંચતો હતો. ગ્રીક ભાષામાં તેણે પુસ્તકો પણ લખ્યાં.

આવા આ મહાપુરૂષે બે ભૂલો કરી. કાર્થેજીયન્સ વેપારી વહાણો બનાવતા પરંતુ હનીબાલે નૌસેના પ્રત્યે દુર્લક્ષ્ય સેવ્યું, બીજી ભૂલ તેણે તેના નાનાભાઈને હીસ્પાનિયા (સ્પેન)નો કમાન્ડ સોંપ્યો તે હજી યુદ્ધ વિદ્યામાં કાચો હતો.

હવે હનીબાલે હીસ્પાનિયાથી આગળ વધી પીરીનીઝ પર્વતમાળા ઓળંગી ઈટાલીની ઉત્તરે હુમલો લઈ જવા નિર્ણય કર્યો. તે પૂર્વે તેણે હીસ્પાનિયાનું સરોસા શહેર કબ્જે કરવા તે ઉપર ઘેરો નાખ્યો, તે રોમનોના તાબામાં હતું. રોમનોએ તેને પડકાર્યો. ભારે યુદ્ધ થયું. તેમાં રોમન પ્રો-કોન્સલ માર્યો ગયો. હનીબાલે તેની ઉપર પોતાનો રોબ ઢાંકી તેના રોમન વિધિ પ્રમાણે અંતિમ સંસ્કાર કરાવ્યા. આથી તેની સેનામાં રહેલા કાર્થેજીયન્સ ઉપરાંત જે મર્સીનરીઝ તેની સાથે જોડાયા હતા. તેઓનો પણ તે આદરપાત્ર બની રહ્યો.

પીરીનીઝ ઓળંગી તે ગોલ(ફ્રાંસ)માં પહોંચ્યો. ગોલ્સે સામનો કર્યો પરંતુ તેમને પરાજિત કરી તે આગળ વધ્યો ત્યારે રોમનો વર્તમાન જીનીવાની દક્ષિણે રહેલા સાંકડા માર્ગ પાસે તેની 'રાહ' જોતા હતા. પરંતુ હનીબાલે ઉત્તરે જઈ આલ્પસ ઓળંગી ઉતર ઈટાલીમાં આક્રમણ કરવા નિર્ણય કર્યો. તેની સેનામાં હાથીઓ હતા, આલ્પસ પહોંચતા પહેલાં જોરદાર પ્રવાહવાળી નદીઓ હતી. તેણે હાથીઓને આડા ઊભા રાખી પ્રવાહ અટકાવી, હાથીઓ ઉપરથી સૈનિકો પસાર કર્યા.

હવે આવે છે હનીબાલની અસામાન્યતા - તેણે આલ્પસ ઉપરથી ઘાટોમાં થઈ હાથીઓને પણ ઉત્તર ઇટાલીમાં ઉતાર્યા. રોમનોને પૂર્વમાંથી ઘેરી લીધા. પરિણામ નિશ્ચિત હતું. રોમન સૈન્ય પરાજિત થયું.

રોમનો પાસે અમાપ સૈન્ય હતું. ૭૬,૦૦૦નું સૈન્ય હતું. ઈ.સ.પૂ. ૨૧૭માં લેક ટ્રાસીમેનસ પાસે યુદ્ધ થયું. હનીબાલ પાસે ૭૬૦૦નું જ સૈન્ય હતું. તેણે લિબિયન્સને વચમાં રાખ્યા બંને તરફ કાર્થેજીન અશ્વદળ રાખ્યું. લિબિયન્સને કહ્યું તમે પાછા હઠતા જજો. રોમનોને આવવા દેજો. રોમનો ધસી ગયા ત્યારે બંને તરફથી કાર્થેજીયન અશ્વરોહીઓ તૂટી પડયા. ૭૬૦૦૦માંથી માત્ર ૬૦૦૦ રોમનો બચ્યા. તેઓ શરણે થયા. હવે એપિનાઇન પર્વતમાળાના માર્ગે તે આગળ વધ્યો. રોમના કિલ્લાનાં દ્વાર સુધી પહોંચ્યો પરંતુ રોમમાં દાખલ ન થયો. તે માટે તેમ કહેવાય છે કે એક રોમન યુવતીએ તેને પ્રેમપાશમાં ફસાવ્યો કહ્યું રોમનો કિલ્લો તોડશો નહીં. હનીબાલ સહમત થયો.

તે એપિનાઇનના માર્ગે દક્ષિણ ઈટાલીમાં આગળ વધ્યો ત્યારે ક્વિન્ટસ ફેબિયસ મેક્ષિમસ તેનો પીછો કરતો રહ્યો તે યુદ્ધ આપતો ન હતો. માત્ર પીછો કરતો રહ્યો. આથી કશું ન કરનાર, વાતો કરનાર જૂથને ફેબિયન્સ કહેવાય છે.

દરમિયાન માર્કસ પ્લેબિયસ સ્કીપીયૌ, તો સીધો કાર્થેજ પર નૌસેના સાથે હુમલો લઈ ગયો. કાર્થેજે હનીબાલને બોલાવ્યો ત્યારે રોમનોએ નામિબિયસને લાંચ આપી. હનીબાલથી દૂર રહેવા કહ્યું. નામિબિયન અશ્વરોહીઓ તેની મુખ્ય તાકાત હતી તે ફરી જતાં હનીબાલ પરાજિત થયો. તે નાસીને છેક સીરીયા વહાણ દ્વારા પહોંચ્યો. ત્યારે એન્ટીઓકસ ૩જો સીરીયાનો રાજા હતો. સ્કીપીયો તેનો પીછો કરતાં સીરીયા પહોંચ્યો. એન્ટીઓકસ તેમને રોકી શકે તેમ ન હતો. હનીબાલ જે કિલ્લામાં હતો તેને ઘેરવા રોમનો આગળ વધ્યા. હનીબાલે બારીમાંથી એ ટુકડી જોઈ પોતે સાથે રાખતો હતો તે સોમલની ડબ્બી ઉઘાડી સોમલ લીધું. છેલ્લે બોલ્યો, 'લેટસ રીડ ધ રોમન પીપલ ઓફ ધેર ડેઈલી વરી'. આમ આ મહાન સેનાનીનો અંત આવ્યો. સ્કીપીયો આફ્રિકેનએ તેના નશ્વર દેહ પાસે ટોપ ઉતાર્યો. કહ્યું વિશ્વે હજી સુધી આવો મહાન સેનાની, તેથી મે વધુ મહામાનવ જોયો નથી.

- દિનેશ દેસાઇ

Related News

Icon