
ભારતમાં ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે.IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ટ્રેવિસ હેડ કોરોના સંક્રમિત થયા બાદ સાઉથની એક્ટ્રેસ શિલ્પા શિરોડકર કોરોના પોઝિટિવ આવી છે. શિલ્પા શિરોડકરે લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે.
બિગબોસ-18ની સ્પર્ધક શિલ્પા શિરોડકર કોરોના સંક્રમિત
ભારતની જાણીતી એક્ટ્રેસ અને બિગબોસ 18ની સ્પર્ધક શિલ્પા શિરોડકર કોરોના વાયરસથી સંક્રમિત થઇ છે. ઇંસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને અભિનેત્રીએ આ માહિતી આપી છે.
આ સાથે જ શિલ્પા શિરોડકરે તમામ લોકોને સુરક્ષિત રહેવા અને માસ્ક પહેરવાની સલાહ આપી છે. એક્ટ્રેસે લખ્યુ, 'નમસ્કાર મિત્રો.મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તમે લોકો સુરક્ષિત રહો અને માસ્ક પહેરો.'
સોનાક્ષી સિન્હા પરેશાન થઇ
શિલ્પા શિરોડકરની મિત્ર અને એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાએ તેના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. સોનાક્ષીએ લખ્યુ, હે ભગવાન!!! તમારૂ ધ્યાન રાખો શિલ્પા...જલદી સ્વસ્થ થઇ જાઓ.'
મહત્ત્વપૂર્ણ છે કે દુનિયામાં ફરી એક વખત કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યાં છે. હોંગકોંગથી લઇને સિંગાપુર સુધી કોરોના વાયરસના નવા કેસ જોવા મળ્યા છે.