Police Files FIR Against MLA Sanjay Gaikwad: મહારાષ્ટ્ર વિધાનસભાની કેન્ટીનમાં એક કર્મચારી સાથે કથિત રૂપે મારપીટ કરવા બદલ શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડની મુશ્કેલીઓ વધી છે. પોલીસે તેમની વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ ધારાસભ્યના આ કૃત્યને નિંદાજનક ગણાવતાં કહ્યું કે, ઘટનાની તપાસ શરૂ કરવા માટે પોલીસે ઔપચારિક ફરિયાદની રાહ જોવાની જરૂર નથી. તેઓ તપાસ શરૂ કરી યોગ્ય કાર્યવાહી કરે.

