Home / World : 28-year-old Kevin Patel shot dead in Chicago

અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવકની ગોળી મારીને હત્યા, શિકાગોમાં 28 વર્ષીય પટેલ યુવકે ગુમાવ્યો જીવ

અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવકની ગોળી મારીને હત્યા, શિકાગોમાં 28 વર્ષીય પટેલ યુવકે ગુમાવ્યો જીવ

અમેરિકામાં ભારતીયો પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. અમેરિકામાં ગુજરાતી મૂળના 28 વર્ષના યુવક કેવિન પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. 28 વર્ષનો કેવિન પટેલને બુધવાર રાત્રે શિકાગોના લિંકન પાર્ક વિસ્તારમાં ગોળી મારવામાં આવી હતી અને તે બાદ તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં મૃત જાહેર કરાયો હતો. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શિકાગો પોલીસે કહ્યું કે વેસ્ટ લિલ એવેન્યૂના 800 બ્લોકમાં એક વ્યક્તિને ગોળી લાગી હતી જ્યાં તેને કેવિન પટેલને રસ્તા પર ઘાયલ અવસ્થામાં જોવામાં આવ્યો હતો, તેની છાતીમાં ગોળી લાગી હતી જે બાદ તેને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘાયલ કેવિનને એડવોકેટ ઇલિનોઇસ મેસોનિક મેડિકલ સેન્ટર લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કરવામાં આવી પણ બાદમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર ગુરૂવાર રાત્રે કુક કાઉન્ટી મેડિકલ પરીક્ષકની ઓફિસે તેની ઓળખ કરી હતી. હુમલાનું કારણ હજુ સુધી ખબર પડી નથી પરંતુ પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે તેને એક માણસ અને કેટલીક મહિલાઓને ઘટનાસ્થળેથી ભાગતા જોયા હતા પરંતુ હજુ સુધી કોઇએ ધરપકડ કરી નથી. ગેરેટ મૂર્સે પટેલની મદદ કરવાનો પ્રયાસ કર્યો અને પોલીસની સાથે સાથે એમ્બ્યુલન્સને પણ ફોન કર્યો હતો. પ્રત્યક્ષદર્શી ગેરેટ મુર્સે કહ્યું કે રાત્રે 9.20 વાગ્યે પોતાના ઘરેથી ગોળી ચાલવાનો અવાજ સાંભળ્યો હતો અને તે પટેલની મદદ કરવા માટે દોડ્યો હતો, તેની છાતીમાંથી લોહી વહેતું રોકવાનો પ્રયાસ કર્યો અને અંતિમ ક્ષણે કેવિન પટેલ સાથે વાત કરી અને તેને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો હતો.

મૂર્સે કહ્યું, અમે તેની સાથે વાત કરતા હતા અને કહેતા હતા કે એમ્બ્યુલન્સ જલદી આવી જશે, તમે ધીમે ધીમે શ્વાસ લો. આ સિવાય તેમને આ દરમિયાન પટેલના પરિવાર સાથે વાત કરી હતી અને તેમને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો હતો કે તમારો પુત્ર એકલો નથી, તેમની મદદ કરવામાં આવી રહી છે. જોકે, કેવિન પટેલને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ડૉક્ટરોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ તેને બચાવી શકાયો નહતો.

 

TOPICS: shot dead news
Related News

Icon