શ્રદ્ધા કપૂર લકઝરી કારોની શોખીન છે. તેણે 4 સીટર અલ્ટ્રા લકઝરી લેક્સિયસ એલએમ 350 એચ ખરીદી છે. જેની કિંમત 2.93 કરોડ આંકવામાં આવી રહી છે. આ કારમાં રિકલાઈનિંગ સીટ્સ ઉપરાંત એક ફ્રિજ પણ આવેલું છે. એક્ટ્રેસની આ નવી કારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ જીમમાંથી બહાર નીકળીને પોતાની નવી કારમાં બેસતી જોવા મળે છે.
શ્રદ્ધા કપૂરનું કાર કલેક્શન
શ્રદ્ધા પાસે વિવિધ લકઝરી કારનું કલેક્શન છે. જેની કિંમત કરોડોમાં થાય છે. શ્રદ્ધાના કાર કલેક્શનમાં લેંબોરગિની સ્પોર્ટસ કાર, મર્સિડિસ, મારૂતિ સ્ફિવ્ટ, ઓડી, બીએમ ડબલ્યુ જેવી સામેલ છે અને હવે લેક્સિયસનો ઉમેરો થયો છે. એક્ટ્રેસ પાસે મુંબઇમાં પ્રોપર્ટીઝ પણ છે. તેમજ તેની નેટવર્થ 130 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તે એક્ટિંગ, સોશયલ મીડિયા અને બ્રાન્ડસ એનોડર્સમેન્ટ દ્વારા કરોડોમાં કમાણી કરી છે.
શ્રદ્ધા કપૂરનું વર્ક ફ્રંટ
એક્ટ્રેસના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લે અમર કૌશિકની હોરર કોમેડી ફિલ્મ 'સ્ત્રી 2' માં જોવા મળી હતી, જેણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મમાં રાજકુમાર રાવ, અપારશક્તિ ખુરાના, પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી અને અન્ય કલાકારો પણ છે.