Home / Sports / Hindi : Shruti Haasan got emotional after CSK lost against SRH

VIDEO / CSK હાર્યા બાદ ભાવુક થઈ ગઈ એક્ટ્રેસ, મેદાનમાં જ રડવા લાગી

પેટ કમિન્સની કેપ્ટનશિપ હેઠળની સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) એ શુક્રવારે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ને પાંચ વિકેટથી હરાવી દીધુ હતું. CSKની પોતાના હોમ ગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમ પર સિઝનની આ ચોથી હાર છે, જેનાથી એક નવો રેકોર્ડ બની ગયો છે. આ મેચ જોવા માટે બોલિવૂડ એક્ટ્રેસ શ્રુતિ હાસન (Shruti Haasan) પણ સ્ટેડિયમમાં હાજર હતી. CSK આ મેચ હારી જતા જ શ્રુતિ હસન રડી પડી હતી. હવે એક્ટ્રેસનો આ ઈમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શ્રુતિ હાસન રડી પડી

શ્રુતિ (Shruti Haasan) આ મેચ જોવા માટે પોતાના મિત્રો સાથે આવી હતી અને તેણે દર્શકો વચ્ચે બેસીને મેચનો આનંદ માણ્યો હતો. જ્યારે CSKનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ કરવા આવ્યો ત્યારે તે ખૂબ જ ખુશ દેખાતી હતી અને તેના મોબાઈલ ફોનથી તેના ફોટા પાડતી હતી. જોકે, જ્યારે CSK મેચ હારી ગઈ, ત્યારે તે નિરાશ થઈ ગઈ અને તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. શ્રુતિ હાસન (Shruti Haasan) ઉપરાંત તમિલ સુપરસ્ટાર અજિત કુમાર અને અન્ય ઘણી કોલીવૂડ હસ્તીઓ પણ મેચ જોવા માટે પહોંચી હતી.

સતત હારથી ફેન્સ નિરાશ

હોમ ગ્રાઉન્ડ પર CSKને મળેલી વધુ એક હારથી ટીમના ફેન્સ પણ ખૂબ નિરાશ થયા છે. આ હાર સાથે ટીમની પ્લેઓફની આશા લગભગ ખતમ થઈ ગઈ છે. પરિસ્થિતિ એવી છે કે હવે ટીમ ફક્ત ચમત્કારના આધારે પ્લેઓફમાં સ્થાન મેળવી શકશે. ટીમ પાસે હવે 5 મેચ બાકી છે અને તેણે દરેક મેચ જીતવી પડશે, તેમજ અન્ય ટીમોના પરિણામો પર પણ આધાર રાખવો પડશે. ટીમ 9માંથી 7 મેચ હારી ગઈ છે અને ફક્ત 2 મેચ જીતી છે. સતત ખરાબ પ્રદર્શનને કારણે ટીમ હાલમાં પોઈન્ટ્સ ટેબલમાં છેલ્લા સ્થાન પર છે.

Related News

Icon