Home / Sports : Rishabh Pant confirms Shubman Gill will bat at number 4 

INDVsENG: ટીમ ઇન્ડિયાને ટેસ્ટમાં મળી ગયો વિરાટ કોહલીનો વિકલ્પ,ઇંગ્લેન્ડ સામે આ ખેલાડી કરશે નંબર-4 પર બેટિંગ

INDVsENG: ટીમ ઇન્ડિયાને ટેસ્ટમાં મળી ગયો વિરાટ કોહલીનો વિકલ્પ,ઇંગ્લેન્ડ સામે આ ખેલાડી કરશે નંબર-4 પર બેટિંગ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની શરૂઆત 20 જૂનથી થશે. આ પહેલા સૌથી વધુ ચર્ચા આ વાતની થઇ રહી છે કે ટેસ્ટમાં વિરાટ કોહલીની જગ્યા કોણ લેશે એટલે કે નંબર-4 પર કોણ બેટિંગ કરશે? સચિન તેંડુલકર બાદ વિરાટ કોહલી લાંબા સમયથી આ નંબર પર ટેસ્ટમાં બેટિંગ કરી રહ્યાં હતા અને તેમની જગ્યા ભરવી આસાન નથી. જોકે, હવે કન્ફર્મ થઇ ગયું છે કે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટમાં નંબર-4 પર કોણ બેટિંગ કરશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શુભમન ગિલ નંબર-4 પર બેટિંગ કરશે

ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન બનતા જ શુભમન ગિલે પોતાની બેટિંગ લાઇનઅપને લઇને મોટો બદલાવ કર્યો છે. રિષભ પંતે કન્ફર્મ કર્યું કે શુભમન ગિલ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે નંબર-4 પર બેટિંગ કરશે. ભારતીટ ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન રિષભ પંત નંબર-5 પર બેટિંગ કરશે.

યશસ્વી-કેએલ રાહુલ કરશે ઓપનિંગ

ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ ઓપનિંગ કરતા જોવા મળી શકે છે. નંબર-3 પર કરૂણ નાયર બેટિંગમાં આવી શકે છે.

શુભમન ગિલનું ઇંગ્લેન્ડમાં પ્રદર્શન

ટેસ્ટ ક્રિકેટમાં શુભમન ગિલનું ઇંગ્લેન્ડમાં પ્રદર્શન જોઇએ તો કઇ ખાસ રહ્યું નથી. ગિલે ઇંગ્લેન્ડમાં અત્યાર સુધી ત્રણ ટેસ્ટ મેચ રમી છે જેમાં 6 ઇનિંગમાં બેટિંગ કરતા 14.66ની એવરેજથી 88 રન જ બનાવ્યા છે. ગિલની ઇંગ્લેન્ડમાં એક ઇનિંગમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 28 રનનો રહ્યો છે. ટેસ્ટમાં શુભમન ગિલનો ઓવર ઓલ રેકોર્ડ જોવા જઇએ તો 32 મેચમાં રમતા 35.05ની એવરેજ સાથે કૂલ 1893 રન બનાવ્યા છે જેમાં 5 સદીની ઇનિંગ પણ સામેલ છે.

ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં આવી હોઇ શકે છે પ્લેઇંગ ઇલેવન

યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, કરૂણ નાયર, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વાઇસ કેપ્ટન, વિકેટ કીપર), શાર્દુલ ઠાકુર/ નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ,કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ણા

Related News

Icon