અમદાવાદના સારંગપુર રણછોડરાય મંદિરમાં દેશ પ્રેમ જોવા મળ્યો હતો. ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરને કેન્દ્રમાં રાખી મંદિરમાં ભગવાનને શણગાર ધરાવાયા હતા. અમદાવાદના પ્રસિદ્ધ સારંગપુરના રણછોડરાય મંદિરમાં ચંદનના લેપથી સિંદૂર લખવામાં આવ્યું. ભગવાન રણછોડરાયજીને વાઘા પહેરાવ્યા બાદ સિંદૂર ઓપરેશનો ઉલ્લેખ કરાયો હતો. ભગવાન રણછોડરાયજી ગર્ભગૃહમાં ત્રિરંગા રંગથી શણગાર કરાયો હતો.