'ઈન્ડિયન આઈડલ' ના વિજેતા પવનદીપ રાજન (Pawandeep Rajan) નો થોડા દિવસ પહેલા અકસ્માત થયો હતો. જેમાં તે ખૂબ જ ખરાબ રીતે ઘાયલ થયો હતો. પવનદીપ (Pawandeep Rajan) ના અકસ્માતની માહિતી મળતાં તેના ફેન્સ ખૂબ જ ચિંતિત થઈ ગયા હતા. તેઓ સિંગરના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા હતા. હવે પવનદીપની તબિયત પહેલા કરતાં સારી છે અને તેણે હોસ્પિટલમાં એક ગીત પણ ગાયું છે.
પવનદીપ(Pawandeep Rajan) નો હોસ્પિટલમાં ગીત ગાતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પલંગ પર બેસીને ગીત ગાતો જોવા મળે છે. પવનદીપના આ વીડિયો પર લોકો ઘણી કમેન્ટ પણ કરી રહ્યા છે.
પવનદીપે ગીત ગાયું
વાયરલ વીડિયોમાં, પવનદીપ (Pawandeep Rajan) પલંગ પર બેસીને "જો ભેજીથી દુઆ" ગીત ગાતો જોવા મળે છે. તેનો અવાજ એટલો મજબૂત છે કે તેને ગાતા જોઈને દરેક લોકો પ્રભાવિત થી ગયા છે. વીડિયોમાં લખ્યું છે, "ભાઈ ખૂબ જ સ્ટ્રોંગ છે." વીડિયોમાં પવનદીપ મધુર સ્વરમાં ગાતો જોવા મળે છે. ફેન્સે આના પર કમેન્ટ્સ કરી છે. એક યુઝરે લખ્યું, "જલ્દી સ્વસ્થ થઈ જાઓ ભાઈ." બીજાએ લખ્યું, "ભાઈ, આરામ કરો, પહેલા સ્વસ્થ થઈ જાઓ અને પછી ગાઓ." આ સિવાય ઘણા લોકો તેના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
પવનદીપ (Pawandeep Rajan) હોસ્પિટલમાંથી પોતાના ઘણા ફોટા શેર કરી રહ્યો છે. તેણે ચેસ રમતા પોતાનો એક ફોટો શેર કર્યો. ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું, "રિકવરી મોડ ચાલુ." આ ઉપરાંત, તેણે એક પત્ર પણ બતાવ્યો છે જે તેના એક યુવાન ફેને આપ્યો હતો.
ટીમે સ્વાસ્થ્ય અપડેટ શેર કર્યું હતું
પવનદીપની સર્જરી પછી, તેની ટીમે એક નિવેદન શેર કર્યું. તેમણે લખ્યું હતું- "બધાને નમસ્તે, પવનની ગઈકાલે વધુ 3 સર્જરી થઈ. તેને વહેલી સવારે ઓટીમાં લઈ જવામાં આવ્યો હતો અને 8 કલાકની લાંબી સારવાર પછી, તેના બાકીના બધા ફ્રેક્ચરનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું."