રાજ્યમાં સ્માર્ટ મીટર લગાવવાની જ્યારથી જાહેરાત થઈ છે ત્યારથી વિરોધ થતો જ આવ્યો છે. ક્યારેક સ્થાનિક તો કયારેક જૂથમાં પણ વિરોધ થતો જ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં પણ સ્માર્ટ મીટરને લઈ ઘર્ષણ જોવા મળ્યું છે. અહીં સ્થાનિકોએ એવો આક્ષેપ મૂક્યો હતો કે, સ્માર્ટ મીટર ડરાવી અને લગાવી દીધા છે.

