એકતા કપૂરના લોકપ્રિય શો 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' ની બીજી સિઝન ખૂબ જ ટૂંક સમયમાં નાના પડદા પર આવવાની છે. મેકર્સે 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2' નો પહેલો પ્રોમો શેર કર્યો છે. આ સાથે, સ્મૃતિ ઈરાનીની સિરિયલના ટેલિકાસ્ટની તારીખ અને સમય પણ જાહેર કરવામાં આવ્યો છે.

