Home / Gujarat / Ahmedabad : Senior advocate's chamber in Gujarat High Court was locked by another lawyer

VIDEO: ગુજરાત હાઈકોર્ટમાં સિનિયર એડવોકેટની ચેમ્બરને અન્ય વકીલે જ તાળું મારી દીધું, જાણો શું છે કારણ

ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ ચેમ્બરની ફાળવણીને લઈને ઉભો થયેલો વિવાદ સોલા પોલીસ મથકે પહોંચ્યો છે. વર્ષ 2007માં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા સિનિયર એડવોકેટ બી.પી. દલાલને ચેમ્બર ફાળવવામાં આવી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 ચેમ્બરને તાળું મારી દેતા વિવાદ વકર્યો

જોકે, 2024માં એસોસિએશનની કમિટીએ આ ચેમ્બરનો અડધા ઉપરનો ભાગ એડવોકેટ ઓમકાર બારોટને ફાળવ્યો. આ નિર્ણય બાદ ઓમકાર બારોટે બી.પી. દલાલની ચેમ્બરને તાળું મારી દીધું, જેનાથી વિવાદ વધુ ગંભીર બન્યો છે.

આ મુદ્દે ત્રણ માસ અગાઉ બી.પી. દલાલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી 

આ મુદ્દે ત્રણ માસ અગાઉ બી.પી. દલાલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. બી.પી. દલાલ વતી તેમના જુનિયર એડવોકેટે સોલા પોલીસ મથકે ઓમકાર બારોટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

 

 

Related News

Icon