આગામી તા.26મીએ સાબરમતી- વેરાવળ- સાબરમતી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે. આ ટ્રેન સવારે 5:25 વાગ્યે સાબરમતી સ્ટેશનથી ઉપડી બપોરે 12:25 વાગ્યે વેરાવળ પહોંચશે. ગુરૂવાર સિવાયના તમામ વારે આ ટ્રેન દોડશે. આથી અમદાવાદથી સોમનાથ દર્શનાર્થે આવતા ભાવિકો સહિતના લોકોને સુવિધા મળી રહેશે.

