Home / Gujarat / Dang : Unsesonal Rain in many places of South Gujarat including Dang, atmosphere of concern among farmers

ભર ઉનાળે ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના અનેક સ્થળે માવઠું, ખેડૂતોમાં ચિંતાનો માહોલ  

ભર ઉનાળે ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના અનેક સ્થળે માવઠું, ખેડૂતોમાં ચિંતાનો માહોલ  

Rain In South Gujarat : ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી, ત્યારે આજે બુધવારે (2 એપ્રિલ, 2025) કમોસમી ડાંગ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડ્યો હતો. માવઠું પડતાં પાકને નુકસાનીને લઈને ખેડૂતોમાં ચિંતા વધી છે.   

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ડાંગ જિલ્લામાં ભર ઉનાળે માવઠું

રાજ્યમાં ભર ઉનાળે દક્ષિણ ગુજરાત સહિત કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે. જેમાં ડાંગ, તાપી, વલસાડ સહિતના વિસ્તારોમાં માવઠું પડ્યું છે. ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કાળા-ડિબાંગ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, ત્યારે ડાંગ-આહવા તાલુકાના પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં ઉનાળામાં ચોમાસા જેવા દૃશ્યો જોવા મળ્યા હતા. ઉનાળામાં વરસાદ પડતાં ખેડૂતોના ખરીફ પાકમાં નુકસાની થવાની શકયતા વર્તાઈ રહી છે

ડાંગ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, ત્યારે ડાંગમાં આજે બુધવારે ચાર વાગ્યાના અસરમાં પવન સાથે વરસાદ ખાબક્યો હતો. તેમજ ગિરિમથક સાપુતારા અને ચિંચલી સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. 

આગામી ત્રણ દિવસ આ 4 જિલ્લામાં હીટવેવની આગાહી

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીને લઈને હીટવેવની યલો અને ઑરેન્જની આગાહી કરી છે. જેમાં આવતીકાલે 3 એપ્રિલથી 5 એપ્રિલ સુધી કચ્છ, રાજકોટ, જૂનાગઢ જિલ્લામાં હીટવેવની યલો ઍલર્ટ અને પોરબંદર જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટની હવામાન વિભાગે આગાહી કરી છે. 

Related News

Icon