
બ્રહ્માંડ અનેક રહસ્યોથી ભરેલું છે. તેમાં અસંખ્ય તારા, સૂર્યો, લઘુગ્રહો, બ્લેકહોલ જાતજાતની પ્રક્રિયાઓ કરતાં હોય છે. આ પ્રક્રિયા દરમિયાન ઘણી શક્તિ, ગરમી અને પ્રકાશ પેદા થાય છે. કેટલાક તારા નવા જન્મે છે. આ બધું થાય ત્યારે તેમાંથી વિવિધ પ્રકારની ઉર્જા પ્રોટોન કણો સ્વરૂપે બ્રહ્માંડમાં ફેલાય છે. આવા કિરણો અન્ય ગ્રહોના ગુરૂત્વાકર્ષણ, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતક્ષેત્રથી આકર્ષાઈને આગળ વધતા હોય છે અને વિવિધ સ્વરૂપ લે છે આવા કણો પૃથ્વી તરફ પણ આવે છે. પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે ત્યારે તેનું સ્વરૂપ બદલાય છે. આ કિરણોને કોસ્મિક રેઝ કે બ્રહ્માંડ કિરણો કહે છે. ઈ.સ. 1912માં ઓસ્ટ્રિયન ખગોળશાસ્ત્રીએ સંશોધનો કરીને કોસ્મિક રેઝની ઉત્પતિ શોધી કાઢી હતી.