કેકે મેનનની મોસ્ટ અવેટેડ વેબ સીરિઝ 'સ્પેશિયલ ઑપ્સ સિઝન 2' માટે હવે દર્શકોને થોડી વધુ રાહ જોવી પડશે. હવે સમાચાર આવી રહ્યા છે કે સીરિઝની રિલીઝ ડેટ બદલાઈ ગઈ છે. રૉ એજન્ટ હિમ્મત સિંહની ભૂમિકા ભજવનાર અભિનેતા કેકે મેનનની પહેલી સિઝનને દર્શકોનો અપાર પ્રેમ મળ્યો હતો. ત્યારબાદ તેની બીજી સિઝન માટે દર્શકોનો વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જે હવે કેટલાક દિવસો સુધી યથાવત્ રહેશે. 11 જુલાઈએ આવનારી આ સીરિઝ હવે ક્યારે રિલીઝ થશે, ચાલો જાણીએ...

