Home / Sports : After Champions Trophy when is Team India's next match

ચેમ્પિયન્સ ટ્રોફી પૂરી થઈ ગઈ, હવે કોની સામે મેચ રમશે ભારત? જુઓ ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ

ચેમ્પિયન્સ ટ્રોફી પૂરી થઈ ગઈ, હવે કોની સામે મેચ રમશે ભારત? જુઓ ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ

ભારતે ન્યુઝીલેન્ડને હરાવીને 2025 ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો. આ ટૂર્નામેન્ટ પૂરી થતાં જ ફેન્સ હવે IPLની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 18મી એડિશન 22 માર્ચથી શરૂ થવાની છે. IPLની આગામી સિઝન ટીમો થોડી બદલાયેલી દેખાશે. આ સિઝન પહેલા યોજાયેલી મેગા ઓક્શન પછી બધી ટીમો બદલાઈ ગી છે. આગામી સિઝનમાં ઘણા મોટા ખેલાડીઓ નવી ફ્રેન્ચાઇઝી માટે રમતા જોવા મળશે. ટીમ ઈન્ડિયાને ફોલો કરતા ફેન્સના મનમાં એક પ્રશ્ન છે કે ભારતની આગામી મેચ ક્યારે અને કઈ ટીમ સાથે થશે. તો ચાલો તમારા માટે આ પ્રશ્નનો જવાબ આપીએ.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ટીમ ઈન્ડિયાની આગામી મેચ આ ટીમ સામે હશે

ટીમ ઈન્ડિયાએ તેની આગામી મેચ ઈંગ્લેન્ડ સામે રમવાની છે. ટીમ ઈન્ડિયા જૂન મહિનામાં ઈંગ્લેન્ડ ટૂર પર જશે જ્યાં તે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમશે. સિરીઝની પહેલી ટેસ્ટ 20થી 24 જૂન દરમિયાન લીડ્સમાં, બીજી ટેસ્ટ 2થી 6 જુલાઈ સુધી બર્મિંગહામમાં, ત્રીજી ટેસ્ટ 10થી 14 જુલાઈ સુધી લંડનમાં, ચોથી ટેસ્ટ 23થી 27 જુલાઈ દરમિયાન માન્ચેસ્ટરમાં અને પાંચમી ટેસ્ટ 31 જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાન લંડનમાં રમાશે. આ તમામ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે.

ભારતની ઈંગ્લેન્ડ ટૂરનું શેડ્યૂલ

  • 20 જૂન - ભારત vs ઈંગ્લેન્ડ - લીડ્સ ટેસ્ટ
  • 2 જુલાઈ - ભારત vs ઈંગ્લેન્ડ - બર્મિંગહામ ટેસ્ટ
  • 10 જુલાઈ - ભારત vs ઈંગ્લેન્ડ - લોર્ડ્સ, લંડન ટેસ્ટ
  • 23 જુલાઈ - ભારત vs ઈંગ્લેન્ડ - માન્ચેસ્ટર ટેસ્ટ
  • 31 જુલાઈ - ભારત vs ઈંગ્લેન્ડ - ઓવલ, લંડન ટેસ્ટ

ઈંગ્લેન્ડની છેલ્લી ટૂર પર, ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં 2-1થી લીડ મેળવી હતી. કોવિડને કારણે સિરીઝની છેલ્લી મેચ રી-શેડ્યૂલ કરવામાં આવી હતી. આ પછી, ઈંગ્લેન્ડે 2022માં સિરીઝની છેલ્લી મેચ જીતીને સિરીઝ 2-2થી બરાબર કરી હતી.

ઈંગ્લેન્ડ સિરીઝમાં ભારતને નવો કેપ્ટન મળી શકે છે

ઈંગ્લેન્ડની ટૂર ટીમ ઈન્ડિયા માટે ઘણી રીતે ખાસ રહેવાની છે. આ ટૂર માટે ટીમ ઈન્ડિયામાં કેટલાક ફેરફારો થઈ શકે છે. શક્ય છે કે રોહિત શર્મા આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો ભાગ ન હોય અને તેના સ્થાને કોઈ નવા ખેલાડીને કેપ્ટનશિપ મળે. આ પહેલા, ટીમ ઈન્ડિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન ઓસ્ટ્રેલિયામાં તેની છેલ્લી ટેસ્ટ સિરીઝ રમી હતી, જ્યાં તેને 3-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. તે હાર બાદ રોહિતની કેપ્ટનશિપ પર સતત પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા.


Icon