
WTC 2025 Final માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ આવતા મહિને રમાનાર ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઇનલ માટે એક દમદાર ટીમ ઉતારવાનો નિર્ણય કર્યો છે જેમાં કેટલાક યુવા ખેલાડીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે.
11 જૂનથી લોર્ડ્સમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે WTC 2025ની ફાઇનલ
11 જૂનથી લંડનના લોર્ડ્સમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે WTC 2025ની ફાઇનલ મેચ રમાશે. ઓસ્ટ્રેલિયાની ટીમની નજર સતત બીજી વખત આ ICC ટ્રોફી પર કબ્જો કરવા પર હશે. જો ઓસ્ટ્રેલિયા આ વખતે પણ ટ્રોફી જીતી તો કાંગારૂ ટીમ પ્રથમ એવી ટીમ બની જશે જેને બે વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ જીતી હોય. 2023માં પણ ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને આ ખિતાબ જીત્યો હતો. 2021માં આ ટૂર્નામેન્ટની ચેમ્પિયન ન્યૂઝીલેન્ડની ટીમ બની હતી.
WTC ફાઇનલ માટે ઓસ્ટ્રેલિયાની ટીમમાં યુવા ખેલાડીઓને તક
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 માટે પસંદ કરવામાં આવેલી ટીમ વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝ પણ રમશે. શેફીલ્ડ શીલ્ડની ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ બનેલા બ્રેડન ડોગેટને 15 ખેલાડીઓની ટીમમાં રિઝર્વ ખેલાડીના રૂપમાં સામેલ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા માટે સારા સમાચાર એ છે કે સર્જરી બાદ ફિટ થયેલા કેમરૂન ગ્રીનની ટીમમાં એન્ટ્રી થઇ છે. જ્યારે સેમ કોંસ્ટાસને પણ તક આપવામાં આવી છે જેને ભારત વિરૂદ્ધ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સારૂ પ્રદર્શન કર્યું હતું. ભારત વિરૂદ્ધ BGTમાં ડેબ્યૂ કરનાર બ્યૂ બેવસ્ટર પણ ટીમનો ભાગ છે, તેને પણ દમદાર ડેબ્યૂ ભારત વિરૂદ્ધ કર્યું હતું. બ્રેડન ડોગેટ આ ટીમમાં ત્રીજો યુવા છે પરંતુ તે ટ્રાવેલિંગ રિઝર્વનો ભાગ છે.
WTC ફાઇનલ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમરૂન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, સેમ કોંસ્ટાસ, મેટ કુહનેમન, માર્નસ લાબુશેન, નાથન લિયોન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક અને બ્યૂ વેબસ્ટર.
ટ્રાવેલિંગ રિઝર્વ: બ્રેંડન ડોગેટ
https://twitter.com/cricketcomau/status/1922136248170258734