ભારતીય ટીમે 9 માર્ચે દુબઈમાં ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ જીત બાદ ભારતમાં દરેક જગ્યાએ ઉજવણીનો માહોલ હતો. ભારતીય ખેલાડીઓએ પણ દુબઈમાં ખૂબ ઉજવણી કરી હતી. હવે ભારતીય ખેલાડીઓ ભારત પાછા આવી રહ્યા છે. ટીમના કેપ્ટન રોહિત શર્મા બાદ હવે ટીમનો ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ ભારત આવી ગયો છે. તે અમદાવાદ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. જેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.