Home / Sports : BCCI announced schedule of India-New Zealand series

BCCI એ જાહેર કર્યું ભારત-ન્યુઝીલેન્ડ સિરીઝનું શેડ્યૂલ, ODI મેચ રમવા ગુજરાત આવશે રોહિત અને વિરાટ

BCCI એ જાહેર કર્યું ભારત-ન્યુઝીલેન્ડ સિરીઝનું શેડ્યૂલ, ODI મેચ રમવા ગુજરાત આવશે રોહિત અને વિરાટ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વ્હાઈટ બોલ સિરીઝનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ન્યુઝીલેન્ડની ટીમ જાન્યુઆરી 2026માં ભારતનો પ્રવાસ કરવા જઈ રહી છે, જ્યાં બંને ટીમો વચ્ચે 3 ODI અને 5 T20 મેચ રમાશે. ન્યુઝીલેન્ડનો ભારત પ્રવાસ 11 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ચાલશે. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં રમાવાનો છે. તે પહેલા, ન્યુઝીલેન્ડ સામેની T20 સિરીઝ ભારતીય ટીમ માટે વર્લ્ડ કપની તૈયારીઓની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વર્ષ 2026માં ભારતીય ટીમની આ પહેલી સિરીઝ હશે, તમને જણાવી દઈએ કે આ પહેલા, ભારતીય ટીમ 2025ના અંત સુધી ખૂબ જ વ્યસ્ત રહેવાની છે. જૂન-ડિસેમ્બર 2025ની વચ્ચે, ભારતીય ટીમ ઇનગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામે સિરીઝ રમવાની છે. ચાલો જાણીએ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સિરીઝ ક્યાં અને ક્યારે રમાશે.

ODI સિરીઝ

  • પહેલી ODI - 11 જાન્યુઆરી 2026 - વડોદરા
  • બીજી ODI - 14 જાન્યુઆરી 2026 - રાજકોટ
  • ત્રીજી ODI - 18 જાન્યુઆરી 2026 - ઈન્દોર

T20I સિરીઝ

  • પહેલી T20I - 21 જાન્યુઆરી 2026 - નાગપુર
  • બીજી T20I - 23 જાન્યુઆરી 2026 - રાયપુર
  • ત્રીજી T20I - 25 જાન્યુઆરી 2026 - ગુવાહાટી
  • ચોથી T20I - 28 જાન્યુઆરી 2026 - વિઝાગ
  • પાંચમી T20I - 31 જાન્યુઆરી 2026 - ત્રિવેન્દ્રમ

20 જૂનથી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ શરૂ થશે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023-2025 સાઈકલ સમાપ્ત થઇ ગઈ છે, જેમાં સાઉથ આફ્રિકા ચેમ્પિયન બન્યું. હવે WTC 2025-2027 સાઈકલમાં, ભારત માટે પહેલો પડકાર ઈંગ્લેન્ડ હશે. ભારતીય ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ 20 જૂનથી શરૂ થશે. ત્યારબાદ, ભારતીય ટીમે બાંગ્લાદેશ સામેની ODI અને T20I સિરીઝ રમવાની છે. તમને જણાવી દઈએ કે ડિસેમ્બર 2025 સુધીના અંતરાલમાં, ભારતીય ટીમે ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાનો છે. આ દરમિયાન, ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકાની યજમાની કરશે.

Related News

Icon