Home / Gujarat / Ahmedabad : Black market for final tickets, prices ranging from 17 to 30 thousand are being quoted online

IPL 2025 FINAL: ફાઈનલની ટિકિટોના કાળાબજાર, ઓનલાઈન બોલાઈ રહ્યા છે 17 થી 30 હજારના ભાવ

IPL 2025 FINAL: ફાઈનલની ટિકિટોના કાળાબજાર, ઓનલાઈન બોલાઈ રહ્યા છે 17 થી 30 હજારના ભાવ

IPL ફાઈનલ મેચ ત્રીજી જૂને અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં યોજાશે. જેના પગલે ટીકીટીનો ખૂબજ ડિમાન્ડ઼ વધી રહી છે, ફાઈનલ મેચની ટિકીટોના ધૂમ કાળાબજાર થઈ રહ્યાં છે. ત્રણ ગણાં  ભાવે ટિકીટો વેચાઈ રહી છે, જેથી કાળાબજારીયાઓને બખ્ખાં થયા છે. IPL ફાઈનલ મેચ નિહાળવા માટે ક્રિકેટ રસિયાઓ ભારે ઉત્સુક બન્યાં છે. અમદાવાદમાં IPLની ફાઈનલ મેચની ટિકીટો ગણતરીના કલાકોમાં જ વેચાઈ હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કાળાબજારીયાઓ ફેસબુક, વોટ્સએપ પર ત્રણ ગણાં ભાવે ટિકીટો વેચી રહ્યા છે

ઓનલાઈન બુકિંગ કરીને હવે કાળાબજારીયાઓ ફેસબુક, વોટ્સએપ પર ત્રણ ગણાં ભાવે ટિકીટો વેચી રહ્યા છે. જાણવા મળ્યું છે કે રૂપિયા 15 હજારની પ્રેસિડેન્ટ ગેલેરીનો ભાવ 30-35 હજાર પર પહોંચ્યો છે, સાઉથ પ્રિમિયમ ટીકીટનો ભાવ 6500 છે જે 17 હજારમાં વેચાઈ રહી છે.

દોઢ હજારની ટિકિટનો ભાવ 5 હજાર પહોંચ્યો

દોઢ હજારની ટિકિટ રૂપિયા 5 હજારમાં વેચાઈ રહી છે, 2500ની ટિકિટ રૂપિયા 7500માં લેવો ક્રિકેટ રસિયાઓ મજબૂર બની રહ્યા છે. કોમ્પલીમેન્ટરી ટિકિટ પણ મોંઘા ભાવે વેચાઈ રહી છે. 

TOPICS: ipl 2025 gstv sports
Related News

Icon