
IPL 2O25માં લખનૌ સુપરજાયન્ટ્સે રિષભ પંતને કેપ્ટન બનાવ્યો છે. લખનૌના ઓનર સંજીવ ગોયન્કાએ જાહેરાત કરી હતી. આ સાથે જ IPL 2025માં 7 ટીમના કેપ્ટન નક્કી થઇ ગયા છે. 3 ટીમ હજુ સુધી પોતાના કેપ્ટન નક્કી કરી શકી નથી.
આ 7 ટીમના કેપ્ટન નક્કી થયા
મુંબઇ ઇન્ડિયન્સ- હાર્દિક પંડ્યા
ગુજરાત ટાઇટન્સ- શુભમન ગિલ
લખનૌ સુપરજાયન્ટ્સ- રિષભ પંત
રાજસ્થાન રોયલ્સ- સંજુ સેમસન
પંજાબ કિંગ્સ- શ્રેયસ અય્યર
ચેન્નાઇ સુપરકિંગ્સ- રુતુરાજ ગાયકવાડ
સનરાઇઝર્સ હૈદરાબાદ- પેટ કમિન્સ
આ 3 ટીમના કેપ્ટન શોધવાના બાકી
રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ
કોલકાતા નાઇટ રાઇડર્સ
દિલ્હી કેપિટલ્સ
શું વિરાટ કોહલી ફરી બનશે કેપ્ટન?
IPLમાં એક પણ વખત ટૂર્નામેન્ટ ના જીતી શકનાર રોયલ ચેલેન્જર્સ બેંગુલૂરૂએ હજુ સુધી પોતાનો કેપ્ટન જાહેર કર્યો નથી. RCBએ પોતાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને IPL હરાજી પહેલા રિલીઝ કર્યો હતો અને IPL ઓક્શનમાં પણ તેને ખરીદ્યો નહતો.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ આ વખતે ફરી એક વખત વિરાટ કોહલીને ટીમની કમાન સોપવા પર વિચાર કરી રહ્યું છે. RCB પાસે વિરાટ કોહલી સિવાય ટીમમાં રજત પાટીદાર અનુભવી ખેલાડી છે જેને કેપ્ટન્સી કરવાનો અનુભવ છે. ઘરેલુ ક્રિકેટમાં પણ રજત પાટીદાર મધ્ય પ્રદેશ માટે કેપ્ટન્સી કરે છે. વિરાટ કોહલી કેપ્ટન્સી કરવાની ના પાડે તો રજત પાટીદાર RCB માટે વિકલ્પ બની શકે છે.
કોલકાતા નાઇટ રાઇડર્સ કોને સોપશે ટીમની કમાન
ગત વખતની IPL ચેમ્પિયન ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સે પોતાના કેપ્ટન શ્રેયસ અય્યરને IPL ઓક્શન પહેલા રિલીઝ કરીને ચોંકાવી દીધા હતા. શ્રેયસ અય્યરને IPL હરાજીમાં પણ ખરીદવામાં આવ્યો નહતો. શ્રેયસ અય્યરને IPL હરાજીમાં પંજાબ કિંગ્સે ખરીદ્યો હતો અને આ સિઝનમાં તેને ટીમનો કેપ્ટન પણ બનાવ્યો છે.
કોલકાતા નાઇટ રાઇડર્સે વેંકટેશ અય્યરને કરોડો રૂપિયા આપીને પોતાની ટીમમાં ખરીદ્યો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સ અનુભવી અજિંક્ય રહાણેને ટીમની કમાન સોપવાનું વિચારી રહી છે. અજિંક્ય રહાણે સિવાય વેંકટેશ અય્યર, ક્વિન્ટન ડી કોક ઓપ્શન બની શકે છે.
આ પણ વાંચો: IPL 2025 / રિષભ પંત બન્યો લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન, ટીમના માલિકે કરી જાહેરાત
દિલ્હી કેપિટલ્સ અક્ષર પટેલને બનાવી શકે છે કેપ્ટન
દિલ્હી કેપિટલ્સે કેપ્ટન રિષભ પંતને રિટેન કર્યો નહતો. IPL ઓક્શનમાં રિષભ પંતને લખનૌ સુપરજાયન્ટ્સે ખરીદ્યો છે અને આ સિઝનમાં ટીમનો કેપ્ટન પણ બનાવ્યો છે. દિલ્હી કેપિટલ્સ IPL 2025માં ટીમની કેપ્ટન્સી કરવા માટે બે વિકલ્પ છે. કેએલ રાહુલ અને અક્ષર પટેલ. આ બન્ને ખેલાડીમાંથી કોઇ એકને દિલ્હી કેપિટલ્સ પોતાનો કેપ્ટન બનાવી શકે છે.
21 માર્ચથી રમાશે IPLની 18મી સિઝન
IPL 2025નો પ્રારંભ 21 માર્ચથી થઇ રહ્યો છે અને આ ટૂર્નામેન્ટ 25 મે સુધી ચાલશે. ઓપનિંગ સેરેમની અને ફાઇનલ મેચ કોલકાતાના ઇડન ગાર્ડનમાં રમાશે. ક્વોલિફાયર-1 અને એલિમિનેટર હૈદરાબાદમાં, ક્વોલિફાયર-2 અને ફાઇનલ મેચ કોલકાતાના ઇડન ગાર્ડનમાં રમાશે.