
ઓલિમ્પિક 2036ની યજમાનીના ટાર્ગેટને ધ્યાનમાં રાખતા ભારતે 2030 કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદમાં કરવા માટે પોતાની દાવેદારી રજૂ કરી છે. રમત મંત્રાલયના સૂત્રએ આ વાતની પૃષ્ટી કરી છે કે કેટલાક અઠવાડિયાથી વિચાર ચાલી રહ્યો હતો. રમતની યજમાનીમાં રસ બતાવવા સંબંધિત ડૉક્યુમેન્ટ જમા કરવાની અંતિમ તારીખ 31 માર્ચ હતી અને ભારતનો પત્ર ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) દ્વારા કેટલાક દિવસ પહેલા મોકલવામાં આવ્યો હતો.
અમદાવાદને 2030 કૉમનવેલ્થ ગેમ્સના આયોજન માટે પસંદ કરાયું
અમદાવાદ શહેરને 2030 કૉમનવેલ્થ ગેમ્સના આયોજન માટે પસંદ કરવામાં આવ્યો છે અને જો 2036 ઓલિમ્પિકની યજમાની માટે પણ ભારત સફળ રહે છે તો તેની યજમાની માટે પણ સૌથી આગળ છે. કૉમનવેલ્થ ગેમ્સ ફેડરેશન (CJF)એ ખુદને 'કૉમનવેલ્થ સ્પોર્ટ'ના રૂપમાં બ્રાંડ કર્યું છે અને જે હવે મૂલ્યાંકન પ્રક્રિયાનું નેતૃત્ત્વ કરશે અને યજમાનની અંતિમ નિયુક્તિ CJF મહાસભા દ્વારા નક્કી કરવામાં આવશે.
2010માં દિલ્હીમાં થયું હતું કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન
ભારતે અંતિમ વખત 2010માં કૉમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી અને દેશનું લક્ષ્ય 2036 ઓલિમ્પિકની યજમાની કરવાનું પણ છે. ભારત અત્યાર સુધી 3 મલ્ટી સ્પોર્ટ્સ ગેમ્સની યજમાન કરી ચુક્યુ છે જેમાં 2010માં કૉમનવેલ્થ ગેમ્સ, 1982 અને 1951ની એશિયન ગેમ્સ સામેલ છે.
ગ્લાસગોમાં 2026ની કૉમનવેલ્થ ગેમ્સ યોજાશે
મહત્ત્વપૂર્ણ છે કે કૉમનવેલ્થ ગેમ્સની 23મી સીઝન 23 જુલાઇથી 2 ઓગસ્ટ 2026 સુધી ગ્લાસગોમાં આયોજિત કરવામાં આવશે. સ્કૉટલેન્ડનું આ શહેર જેને 2014માં આ આયોજનની યજમાની કરી હતી. ફરી એક વખત કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે. ભારતે 2022માં કૉમનવેલ્થ ગેમ્સમાં બર્મિંઘહામમાં 61 મેડલ (22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ) સાથે મેડલ ટેલીમાં ચોથુ સ્થાન મેળવ્યું હતું.