Home / Sports : Cricketer Shikhar Dhawan bought a luxurious apartment worth crores of rupees in Gurugram

ક્રિકેટર શિખર ધવાને ગુરુગ્રામમાં ખરીદ્યો કરોડો રૂપિયાનો આલીશાન એપાર્ટમેન્ટ, કિંમત જાણી ચોંકી જશો

ક્રિકેટર શિખર ધવાને ગુરુગ્રામમાં ખરીદ્યો કરોડો રૂપિયાનો આલીશાન એપાર્ટમેન્ટ, કિંમત જાણી ચોંકી જશો

પૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવને ગુરુગ્રામમાં ડીએલએફના સુપર લક્ઝરી હાઉસિંગ પ્રોજેક્ટમાં 69 કરોડ રૂપિયાનો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. એક અહેવાલ પ્રમાણે ગત વર્ષે ઓગસ્ટમાં DLFએ હરિયાણાના ગુરુગ્રામમાં DLF ફેઝ 5માં 17 એકરનો હાઉસિંગ પ્રોજેક્ટ 'ધ દહલિયાસ' શરૂ કર્યો હતો. જેમાં 420 એપાર્ટમેન્ટ અને પેન્ટહાઉસ સામેલ છે. શિખર ધવનનો એપાર્ટમેન્ટ આનો જ હિસ્સો છે. ધવને ગુરુગ્રામના ગોલ્ફ કોર્સ રોડ પર DLFના નવીનતમ સુપર-લક્ઝરી પ્રોજેક્ટ 'ધ ડાહલિયાસ'માં 6,040 ચોરસ ફૂટનો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

69 કરોડમાં ખરીદ્યો એપાર્ટમેન્ટ

ટીમ ઈન્ડિયાના ગબ્બરના આ એપાર્ટમેન્ટની કિંમત 65.61 કરોડ છે અને સ્ટેમ્પ ડ્યુટી 3.28 કરોડ છે. આમ કુલ કિંમત લગભગ 69 કરોડ છે. ‘ધ ડાહલિયા’ ને ભારતનો સૌથી પ્રીમિયમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ કહેવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ ગોલ્ફ કોર્સ રોડ, DLF ફેઝ-5માં સ્થિત છે. 

ધવન સોફી શાઈન સાથે રિલેશનશિપમાં

તમને જણાવી દઈએ કે, ધવને ઓગસ્ટ 2024માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. બીજી તરફ ધવનની પર્સનલ લાઈઈફ વિશે વાત કરીએ તો તે આયર્લેન્ડની સોફી શાઈન સાથે રિલેશનશિપમાં છે. તે ઘણી વખત સોફી શાઈન સાથે જોવા મળ્યો છે. સોફીએ બંને વચ્ચેના સંબંધ પર મહોર પણ લગાવી દીધી છે. સોફીએ તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર શિખર ધવન સાથેનો પોતાનો ફોટો શેર કર્યો અને લખ્યું હતું, 'માય લવ'.

Related News

Icon