
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થઈ ગઈ છે. સિરીઝની પહેલી મેચ લીડ્સના હેડિંગ્લી મેદાનમાં રમાઈ રહી છે. મેચમાં ટોસ જીતીને ઈંગ્લેન્ડે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ વખતે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ શુભમન ગિલ કરી રહ્યો છે, જ્યારે ઈંગ્લેન્ડનું નેતૃત્વ બેન સ્ટોક્સ કરી રહ્યો છે. આ સિરીઝની ટ્રોફીનું નામ હવે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી રાખવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયા વિરાટ કોહલી અને રોહિત શર્માની ટેસ્ટમાંથી નિવૃત્તિ બાદ પહેલી વખત ટેસ્ટ મેચ રમી રહી છે.
બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
ભારત: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), કરુણ નાયર, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.
ઈંગ્લેન્ડ: જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાઈડન કાર્સે, જોશ ટંગ, શોએબ બશીર.