
પ્રેમ આંધળો હોય છે. એક યુવા ખેલાડીએ આ સાબિત કરી દીધુ છે. બાર્સિલોનાના સ્ટાર ફૂટબોલર પાબ્લો ગાવીએ સ્પેનની સુંદર પ્રિન્સેસ લિયોનોરના પ્રેમને ફગાવી દીધો છે અને ફૂટબોલના મેદાન પર પોતાની ગર્લફ્રેન્ડ એના પેલાયો સાથે ખુલ્લેઆમ ઇશ્ક ફરમાવતો જોવા મળ્યો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે જો ફૂટબોલર પ્રિન્સેસ સાથે લગ્ન કરતો તો ભવિષ્યમાં સ્પેનનો રાજા બની શકતો હતો.
FC Barcelonaના ઉભરતા સ્ટારની સારી ફેન ફોલોવિંગ
FC Barcelonaના ઉભરતા સ્ટાર ફૂટબોલર પાબ્લો ગાવી માટે 2024-25ની સિઝન સારી રહી હતી. ક્લબે ચેમ્પિયન્સ લીગ સિવાય સ્પેનિશ સુપર કપ, કોપા ડેલ રે અને લા લીગાનો ખિતાબ જીત્યો હતો. ચેમ્પિયન્સ લીગમાં પણ બાર્સિલોના સેમિ ફાઇનલ સુધી પહોંચી હતી. બોલ પર તેની શાનદાર પકડ અને મેદાન પર પગનો જાદૂ જોઇને દરેક કોઇ ચોકી ગયો હતો. તે નાની ઉંમરમાં જ મેદાનમાં છવાઇ ગયો હતો. આ કારણે પાબ્લો ગાવીની સારી ફેન ફોલોવિંગ છે જેમાંથી સ્પેનની રાજકુમારી પણ એક છે.
સ્પેનની રાજકુમારી શું સાચે જ ફૂટબોલર સાથે લગ્ન કરવા માંગતી હતી?
પ્રિન્સેસ લિયોનોર ગાવીને પસંદ કરતી હતી. આ અફવા સૌથી પહેલા 2022માં ત્યારે ફેલાઇ જ્યારે કથિત રીતે રાજા ફેલિપ VIએ ગાવીને જર્સી પર સહી કરવા માટે કહ્યું હતું જેને પ્રિન્સેસ માટે માનવામાં આવી હતી. બાદમાં સ્કૂલના સાથીઓએ કથિત રીતે એટલાન્ટિક કોલેજમાં પ્રિન્સેસની ફાઇલોમાં ગાવીની તસવીર જોઇ હતી જેમાં કોઇએ પૃષ્ટી ના કરી પણ અટકળો બંધ થઇ નહતી.
પ્રિન્સેસ સાથે લગ્ન કરતો તો ફૂટબોલ છોડવું પડત
સ્પેને 2024માં યૂરો કપ જીત્યો જેનો ભાગ ગાવી પણ હતો. ટીમના જર્જુએલા પેલેસના પ્રવાસ દરમિયાન ગાવી અને લિયોનોર મળ્યા હતા. બન્નેએ એક બીજા સાથે હાથ પણ મિલાવ્યો હતો. વીડિયો સામે આવતા જ વિવાદ થયો હતો. કહેવામાં આવે છે કે હરકતમાં આવેલા પિતા રાજા ફેલિપે પોતાની પુત્રી માટે ગાવીને ફરી એક વ્યક્તિગત વસ્તુનો અનુરોધ કર્યો હતો. જોકે, મિડ ફિલ્ડરે ઇનકાર કરી દીધો હતો. અફવા છે કે ગાવીએ લિયોનોર સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે શાહી પરિવારનો ભાગ બનવા માટે તેને પોતાની સફળ ફૂટબોલ કરિયરનો ત્યાગ કરવો પડી શકતો હતો.
લગ્ન થયા હોત તો દેશનો રાજા ગાવી બનતો
કહેવામાં આવે છે કે જો ગાવીના લગ્ન થયા હોત તો તે ભાવી રાજા હોત પરંતુ હવે આ માત્ર વાર્તામાં જ રહી ગઇ. ગાવીએ ક્યારેય મોઢું નથી ખોલ્યુ અને રાજ ઘરાનામાંથી પણ કોઇ નિવેદન આવ્યું નથી. હવે જ્યારે બાર્સિલોનાએ તાજેતરમાં લા લીગાનો ખિતાબ જીત્યા બાદ હોમ ગ્રાઉન્ડમાં પોતાના ફેન્સ સાથે ઉજવણી કરી તો તમામ ખેલાડી પોત પોતાના પરિવાર સાથે મેદાનમાં આવ્યા હતા. બાર્સિલોનાના 20 વર્ષના મિડ ફીલ્ડર ગાવી પણ પોતાની ગર્લફ્રેન્ડ એના પેલાયો સાથે જોવા મળ્યો હતો. ગાવી અને એનાને એક સાથે જોઇને સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો ક્લિપ સામે આવવા લાગી હતી. હવે ફરી એક વખત સ્પેનની રાજકુમારીનું નામ ચર્ચામાં આવી ગયું છે અને દરેક ગાવીની ગર્લફ્રેન્ડની તુલના પ્રિન્સેસ સાથે કરી રહ્યાં છે.
કોણ છે ફૂટબોલર ગાવીની ગર્લફ્રેન્ડ એના પેલાયો?
પેલાયો સ્પેનના સેવિલે શહેરની 22 વર્ષની વિદ્યાર્થિની છે અને એક ઉભરતી ઇન્ફ્લૂએન્સર છે. ગાવી સાથે ડેટિંગની અફવા ફેલાયા બાદ તેની લોકપ્રિયતામાં વધારો થયો હતો. સૂત્રોનું કહેવું છે કે તેમની મુલાકાત ગાવી સાથે તેની બહેન ઓરોડા દ્વારા થઇ હતી. હવે ગાવીના પરિવારના અન્ય સભ્ય પણ એક બીજાને ફોલો કરે છે.