Home / Sports : Former fast bowler's big claim about RCB and Virat Kohli

જશ્ન બન્યો જીવલેણ/ RCB અને વિરાટ કોહલીને લઈને પૂર્વ ફાસ્ટ બોલરનો મોટો દાવો

જશ્ન બન્યો જીવલેણ/ RCB અને વિરાટ કોહલીને લઈને પૂર્વ ફાસ્ટ બોલરનો મોટો દાવો

ન તો RCB અને ન તો વિરાટ કોહલીએ વિચાર્યુ હતું કે, IPL ચેમ્પિયન બન્યા બાદ તેમનો જશ્ન જીવલેણ બની જશે. અમદાવાદમાં IPLનો ખિતાબ જીત્યા બાદ બેંગલુરૂ પહોંચેલી RCBની ટીમ માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જશ્નની તૈયારી કરવામાં આવી હતી. જશ્ન શરૂ થઈ ચુક્યો હતો અને સ્ટેડિયમની બહારથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા હતા. સ્ટેડિયમની બહાર નાસભાગમાં 11 લોકોના મોત થઈ ગયા હતા અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હવે આ મામલે પૂર્વ ફાસ્ટ બોલર અતુલ વાસને RCB અને વિરાટ કોહલીને લઈને મોટો દાવો કર્યો છે.   

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બેંગલુરૂમાં કેમ થયો અકસ્માત? 

અતુલ વાસને આ મામલે કહ્યું કે, 18 વર્ષ બાદ ટ્રોફી જીતવી વિરાટ કોહલી, ટીમ તેમજ ફેન્સ માટે શું મહત્ત્વ ધરાવે છે તે દરેક જાણતા હતાં. જેને લઈને અલગ-અલગ થ્યોરી છે. આરોપ-પ્રત્યારોપ સામે આવી રહ્યા છે, પરંતુ તેનાથી લોકોનો જીવ પાછો નહીં લાવી શકાય. RCBની જીતને લઈને અભૂતપૂર્વ હાઇપ હતી. જે ખુદ RCBએ ક્રિએટ કરી હતી. ખેલાડીએ નહીં, પરંતુ જે હાઇપ બનાવવામાં આવી હતી તેણે બંગલુરૂમાં ગાંડપણ વધાર્યું હતું.

18 વર્ષ બાદ જીત મળવાના કારણે ફેન્સ પાગલ થઈ ગયા હતાં

આ વિશે વધુ વાત કરતાં અતુલ વાસને કહ્યું, "હા, તે ખૂબ જ દુઃખદ છે. મેં જે સાંભળ્યું તે દુઃખદ છે અને તે મારી આંખો સામે બન્યું. પરંતુ, 2016માં જ્યારે વિરાટ ટ્રોફી હાર્યો ત્યારે તે તેના ખરાબ સમયમાંથી એક હતો. ફેન્સ માટે પણ 18 વર્ષ બાદ આ જીત ખૂબ મહત્ત્વની હતી અને એટલે જ આ જીત બાદ ફેન્સ પાગલ થઈ ગયા હતાં. 
 
વાસને RCBની IPL જીતને લઈને ચાલી રહેલા અતિશય પ્રચાર પર અવિશ્વાસ વ્યક્ત કર્યો. તેની સરખામણી ભારતની વર્લ્ડ કપ જીત સાથે કરી. તેણે IPL અને ફ્રેન્ચાઇઝીના શાનદાર માર્કેટિંગની પ્રશંસા કરી. વાસને દલીલ કરી કે રાજકારણીઓ નહીં પણ આ અતિશય ઉત્સાહ બેંગલુરુમાં અકસ્માતનું કારણ બન્યો. તેના માટે વિરાટ કોહલી જવાબદાર નથી.

Related News

Icon