
IPL 2025માં દિલ્હી કેપિટલ્સે અક્ષર પટેલને પોતાની ટીમનો કેપ્ટન બનાવ્યો છે. આ સાથે જ IPL 2025ની તમામ ટીમના કેપ્ટન જાહેર થઇ ગયા છે. કેએલ રાહુલે કેપ્ટન્સી કરવાની ના પાડતા અક્ષર પટેલને ટીમની કમાન સોપવામાં આવી છે. દિલ્હી કેપિટલ્સે આ જાહેરાત કરી હતી.
https://twitter.com/DelhiCapitals/status/1900398985191579976
અક્ષર પટેલનો રેકોર્ડ
અક્ષર પટેલે અત્યાર સુધી 150 IPL મેચ રમી છે અને લગભગ 131ના સ્ટ્રાઇક રેટ સાથે 1653 રન બનાવ્યા છે. સાથે જ તેને 7.28ના ઇકોનોમી રેટ સાથે 123 વિકેટ પણ ઝડપી છે. જોકે, તેને કેપ્ટન્સી કરવાનો અનુભવ નથી. 31 વર્ષનો અક્ષર પટેલ દિલ્હી કેપિટલ્સ સાથે 7 સિઝનથી જોડાયેલો છે. આ કારણે તેને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
રાહુલે કેપ્ટન્સી કરવાનો ઇનકાર કર્યો
દિલ્હી કેપિટલ્સે કેએલ રાહુલને IPL 2025માં મેગા ઓક્શનમાં 14 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો. રાહુલ પાસે IPLમાં પહેલા પણ કેપ્ટન્સી કરવાનો અનુભવ રહ્યો છે જેને લઇને અટકળો હતી કે આ સિઝનમાં રાહુલ દિલ્હીની કેપ્ટન્સી કરશે. 2020-21માં કેએલ રાહુલ પંજાબ કિંગ્સ અને 2022થી 2024 સુધી તે લખનૌ સુપરજાયન્ટ્સનો કેપ્ટન રહ્યો હતો. જોકે, રાહુલે કેપ્ટન્સી કરવાનો ઇનકાર કર્યો હતો.
દિલ્હી માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઇ શકે છે રાહુલ
IPLમાં રાહુલ સૌથી કંસિસ્ટન્ટ પરફોર્મન્સ કરનાર ખેલાડીમાંથી એક રહ્યો છે, તેને 2018થી 2024 સુધી IPLની 7 સિઝનમાંથી 6 સિઝનમાં 500 કે તેનાથી વધુ રન બનાવ્યા છે.
મહત્ત્વપૂર્ણ છે કે હાર્દિક પંડ્યા મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન છે અક્ષર પટેલ દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનતા IPL 2025માં બે ગુજરાતી ખેલાડી ટીમની કમાન સંભાળતા જોવા મળશે.
IPL 2025માં દિલ્હી કેપિટલ્સની ટીમ
અક્ષર પટેલ (કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), હેરી બ્રુક, જેક ફ્રેશર મેકગર્ક, કરૂણ નાયર, ફાફ ડુ પ્લેસિસ, ડોનોવન ફરેરા, અભિષેક પોરેલ, ટ્રિસ્ટન સ્ટબ્સ, સમીર રિઝવી, આશુતોષ શર્મા, દર્શન નાલકંડે, વિપરાજ નિગમ, અજય મંડલ, મનવંથ કુમાર, ત્રીપુર્ણા વિજય, માધવ તિવારી, મિશેલ સ્ટાર્ક, ટી.નટરાજન, મોહિત શર્મા, મુકેશ કુમાર, દુશ્મંથા ચમીરા, કુલદીપ યાદવ