Home / Sports / Hindi : Harbhajan got into trouble after making controversial statement on English bowler

IPL 2025 / 'લંડનમાં કાળી ટેક્સી...', ઈંગ્લિશ બોલર પર વિવાદાસ્પદ નિવેદન આપીને મુશ્કેલીમાં મુકાયો હરભજન સિંહ

IPL 2025 / 'લંડનમાં કાળી ટેક્સી...', ઈંગ્લિશ બોલર પર વિવાદાસ્પદ નિવેદન આપીને મુશ્કેલીમાં મુકાયો હરભજન સિંહ

ભારતીય ટીમના પૂર્વ સ્પિનર ​​અને હાલમાં કોમેન્ટેટર તરીકે કામ કરતો હરભજન સિંહ એક વિવાદમાં ફસાઈ ગયો છે. રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ દરમિયાન હરભજનને ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર વિશે કરેલી કમેન્ટની કિંમત ચૂકવવી પડી છે. લોકો ખી રહ્યા છે કે હરભજને આર્ચરને 'કાળી ટેક્સી' કહીને સંબોધિત કર્યો છે. તેની આ કમેન્ટ બાદ સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ ઘટના ક્યારે બની?

ગઈકાલની મેચમાં હૈદરાબાદની ઈનિંગ્સની 18મી ઓવર દરમિયાન આર્ચર બોલિંગ કરી રહ્યો હતો અને તે સમયે હેનરિક ક્લાસેન અને ઈશાન કિશન ક્રીઝ પર હતા. આ દરમિયાન બંને બેટ્સમેન આક્રમક બેટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન હરભજને પોતાની કોમેન્ટ્રીમાં કહ્યું, 'લંડનમાં કાળી ટેક્સીનું મીટર ઝડપથી ચાલે છે અને અહીં આર્ચર સાહેબનું મીટર પણ ઝડપથી ચાલી રહ્યું છે.' હવે તેના આ નિવેદન પર ચર્ચા તેજ થઈ ગઈ છે. કેટલાક લોકો એવું પણ માને છે કે તેને તાત્કાલિક કોમેન્ટ્રી પેનલમાંથી દૂરકરવો જોઈએ. જોકે, અત્યાર સુધી આ સમગ્ર મામલે હરભજન સિંહ તરફથી કોઈ નિવેદન નથી આવ્યું.

આવી રહી હતી મેચ

મેચની વાત કરીએ તો, ઈશાન કિશનની તોફાની સદીના આધારે, હૈદરાબાદની ટીમે પહેલા બેટિંગ કરતા 286 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો. ઈશાને માત્ર 46 બોલમાં 106 રનની તોફાની ઈનિંગ રમી હતી. તેના સિવાય ટ્રેવિસ હેડે માત્ર 31 બોલમાં 67 રન બનાવ્યા હતા.

287 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી રાજસ્થાન ટીમ નિર્ધારિત ઓવરમાં માત્ર 242 રન જ બનાવી શકી અને 44 રનથી મેચ હારી ગઈ. ટીમ તરફથી વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ જુરેલે સૌથી વધુ 70 રન બનાવ્યા, જ્યારે સંજુ સેમસને 66 રન બનાવ્યા હતા. 

Related News

Icon