
IPL 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે IPL 2025 સ્થગિત રાખવામાં આવી હતી. પરંતુ હવે પરિસ્થિતિ સામાન્ય થયા પછી IPL ફરી એકવાર શરૂ થઈ રહી છે. પરંતુ IPL પ્લેઓફ પહેલા પણ ઘણા વિદેશી ખેલાડીઓ ભારત પાછા ફરવાના નથી. આવી સ્થિતિમાં ટીમો રિપ્લેસમેન્ટ દ્વારા તે ખેલાડીઓની કમીને પૂર્ણ કરી રહી છે. IPL 2025
રોમાંચક મેચ સાથે ફરી શરુ થવાની તૈયારીમાં છે પરંતુ આ વખતે કેટલાક મોટા નામો ન હોવાથી ચાહકો અને ટીમોને હેરાન કરી દીધી છે. નવ મુખ્ય વિદેશી ખેલાડીઓને ટૂર્નામેન્ટમાં પરત આવવાની કોઈ સંભાવના નથી.
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે આઈપીએલની બાકી સિઝન માટે ભારત પરત ન આવવાનો નિર્ણય કર્યો છે જેણે દિલ્હી કેપિટલ્સની પ્લેઓફની આશાને મોટો ઝટકો લાગ્યો છે.
સ્ટાર્ક આ ટૂર્નામેન્ટમાંથી બહાર થનારા સૌથી મોટા ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર છે, જે 17 મેથી ફરી શરુ થઈ રહી છે. આઈપીએલને 8 મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા સૈન્ય તણાવના કારણે સ્થગિત કરવામાં આવી હતી. બંને દેશોની વચ્ચે યુદ્ધવિરામ સમજૌતા પછી હવે ફરીથી શરુ થઈ રહી છે. અહીં વિવિધ ટીમોના વિદેશી ખેલાડીઓની સ્થિતિની માહિતી આપી છે. જેમા કેટલાકે વાપસીની પુષ્ટિ કરી છે, કેટલાકની પરત ફરવાની સંભાવના છે, જ્યારે કેટલાકે બહાર રહેવાનો નિર્ણય કર્યો છે અથવા તેમની ભાગીદારી પર શંકા છે.
આ ખેલાડીઓ પરત નહીં ફરે
દિલ્હી કેપિટલ્સમાંથી મિશેલ સ્ટાર્ક ઉપરાંત, જેક ફ્રેઝર-મેકગર્ક અને ટ્રિસ્ટન સ્ટબ્સ પણ ભારત વાપસી નહી ફરે. તો કોલકતા નાઈટ રાઈડર્સના મોઈન અલી અને રોવમૈન પોવેલ પણ પરત નહીં આવે. રાજસ્થાન રોયલ્સના ઝોફ્રા આર્ચર, મહીશ તીક્ષ્યસ પણ પરત નહીં ફરે. ચેન્નાઈ સુપર કિંગ્સના સૈમ કરેન અને જેમી ઓવરટન. તેમજ પંજાબ કિંગ્સના ખેલાડી જોસ ઇંગ્લિસ પણ ભારત પાછા ફરવાનો નથી.