
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 18મી સીઝનની બાકી રહેલી મેચોનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી મુકાબલાને કારણે IPL 2025 એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી હતી. હવે જ્યારે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે BCCI એ સોમવારે ટુર્નામેન્ટના સુધારેલા સમયપત્રકની જાહેરાત કરી છે. IPL 2025 ની બાકીની મેચો 17 મેથી ફરી શરૂ થશે અને ફાઇનલ 3 જૂને રમાશે.
IPL 2025 માં કુલ 17 મેચ રમવાની બાકી છે. જેમાં ચાર પ્લેઓફ મેચનો પણ સમાવેશ થાય છે. પ્રથમ ક્વોલિફાયર 29 મેના રોજ યોજાશે, ત્યારબાદ એલિમિનેટર 30 મેના રોજ, જ્યારે બીજો ક્વોલિફાયર 1 જૂનના રોજ યોજાશે. ફાઇનલ 3 જૂનના રોજ રમાશે.
પ્લેઓફ નીચે મુજબ સુનિશ્ચિત થયેલ છે:
ક્વોલિફાયર 1 - 29 મે
એલિમિનેટર - 30 મે
ક્વોલિફાયર 2 - જૂન 1
ફાઇનલ - ૩ જૂન
પ્લેઓફ મેચો માટેના સ્થળની વિગતો પછીથી જાહેર કરવામાં આવશે.
https://twitter.com/ANI/status/1921972424037257692