Home / Sports / Hindi : Josh Hazlewood proved to be lucky for RCB as well never lost a single final match.

IPLમાં RCB માટે લકીચાર્મ બન્યો આ ખેલાડી, અત્યાર સુધી નથી હાર્યો એક પણ ફાઇનલ મેચ

IPLમાં RCB માટે લકીચાર્મ બન્યો આ ખેલાડી, અત્યાર સુધી નથી હાર્યો એક પણ ફાઇનલ મેચ

RCBએ 18 વર્ષની લાંબી રાહ જોયા બાદ IPLની ટ્રોફી હાંસલ કરી લીધી છે. અમદાવાદમાં રમાયેલી IPL 2025ની ફાઈનલ મેચમાં RCBએ પંજાબ કિંગ્સને છ રનથી હરાવ્યુ છે. કોહલીએ ફાઈનલ મેચમાં RCB માટે સૌથી વધુ 43 રન બનાવ્યા હતાં. પ્રથમ બેટિંગ કરતા RCB એ PBKS ને જીતવા માટે 191 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જ્યારે આ સ્કોરનો પીછો કરતા પંજાબની ટીમ 20 ઓવરમાં માત્ર 184 રન જ બનાવી શકી. 6 રનની આ જીત સાથે RCB IPLના ઈતિહાસમાં પ્રથમ ટાઈટલ જીતવામાં સફળ રહી. RCBની જીતમાં એક ખેલાડી લકીચાર્મ બન્યો હતો. આ ખેલાડી છે જોશ હેઝલવુડ.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જોશ હેઝલવુડ નથી હાર્યો એક પણ ફાઇનલ મેચ

જોશ હેઝલવુડ એક એવો ખેલાડી છે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી લઇને લીગ સુધી ક્યારેય કોઇ પણ ફાઇનલ પોતાની ટીમ માટે હાર્યો નથી. જ્યારે પણ તે ફાઇનલ માટે મેદાન પર ઉતર્યો છે તો જીતીને જ બહાર આવ્યો છે. જોશ હેઝલવુડે વર્ષ 2012માં પ્રથમ વખત ફાઇનલ મેચ રમી હતી. ચેમ્પિયન્સ લીગ ટી-20ની આ ફાઇનલ મેચ હતી અને જોશ હેઝલવુડ સિડની સિક્સર્સ માટે રમતો હતો. સિડનીએ તેને જીતી હતી અને આ પ્રથમ ખિતાબ હતો જે જોશ હેઝલવુડે પોતાના નામે કર્યો હતો.

ઓસ્ટ્રેલિયાને જીતાડી ચુક્યો છે IPLનો ખિતાબ

વર્ષ 2015માં જોશ હેઝલવુડ ઓસ્ટ્રેલિયા માટે રમતો હતો. આ વર્ષે ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડકપ ફાઇનલમાં એન્ટ્રી મારી હતી. આ ફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયાની ટીમ જીતવામાં સફળ રહી હતી. આ જોશ હેઝલવુડનો પ્રથમ ઇન્ટરનેશનલ ખિતાબ હતો. વર્ષ 2020માં જોશ હેઝલવુડ સિડની સિક્સર્સ માટે BBLની ફાઇનલ રમ્યો હતો અને જીતવામાં સફળ રહ્યો હતો. વર્ષ 2021 IPL ફાઇનલમાં જોશ હેઝલવુડ ચેન્નાઇ સુપરકિંગ્સ માટે રમતો હતો. એમએસ ધોનીની કેપ્ટન્સીમાં CSKએ ફાઇનલ મેચ રમી હતી. આ જોશ હેઝલવુડનો પ્રથમ IPL ખિતાબ છે.

RCB માટે પણ લકીચાર્મ સાબિત થયો જોશ હેઝલવુડ

વર્ષ 2021ના ટી-20 વર્લ્ડકપમાં પણ જોશ હેઝલવુડ ઓસ્ટ્રેલિયા માટે રમતો હતો.આ વર્ષે ઓસ્ટ્રેલિયાએ આ વર્લ્ડકપને પોતાના નામે કરવામાં સફળતા મેળવી હતી. તે બાદ વર્ષ 2023 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયાએ પોતાના નામે કર્યો હતો. આ મેચમાં જોશ હેઝલવુડ રમતો હતો. RCBની ટીમ IPL ફાઇનલમાં પહોંચી હતી. જોશ હેઝલવુડ પણ આ ટીમનો ભાગ હતો અને RCB 18 વર્ષ પછી IPLમાં ચેમ્પિયન બનવામાં સફળ રહી છે. 

 

Related News

Icon