
43 વર્ષની ઉંમરે પણ એમએસ ધોની (MS Dhoni) નો ચાર્મ હજુ પણ પહેલા જેવો છે. કારકિર્દીના છેલ્લા તબક્કામાં, એમએસ ધોની (MS Dhoni) એ એક એવો રેકોર્ડ બનાવ્યો છે જેને તોડવો લગભગ અશક્ય છે. ધોનીએ IPLના ઈતિહાસમાં એક અનોખી સદી પૂરી કરી છે.
એમએસ ધોની IPLના ઈતિહાસમાં 100 વખત અણનમ રહેનાર એકમાત્ર ક્રિકેટર બન્યો છે. તેણે બુધવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે IPL 2025ની 57મી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. આ ધોનીએ 18 બોલમાં એક છગ્ગાની મદદથી 17 રન બનાવ્યા હતા.
ધોની (MS Dhoni) ની અણનમ ઈનિંગનો ફાયદો ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ને મળ્યો કારણ કે તેણે પોતાનો હારનો સિલસિલો તોડ્યો અને KKRને તેમના ઘરઆંગણે બે બોલ બાકી રહેતા બે વિકેટથી હરાવ્યું હતું. આ 12 મેચમાં CSKની ત્રીજી જીત હતી. CSK પહેલેથી જ પ્લેઓફમાંથી બહાર નીકળી ગયું છે.
ધોનીનું શાસન
તમને જણાવી દઈએ કે IPL ઈતિહાસમાં સૌથી વધુ વખત અણનમ રહેવાના સંદર્ભમાં, એમએસ ધોની (MS Dhoni) તેના સાથી રવિન્દ્ર જાડેજાની સૌથી નજીક છે. જાડેજા 80 વખત અણનમ રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ (MI) નો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ આ યાદીમાં ત્રીજા સ્થાને છે. પોલાર્ડ 52 વખત અણનમ રહ્યો છે.
RCBનો ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિક આ યાદીમાં ચોથા સ્થાને છે, જે 50 વખત અણનમ થયો છે . LSGનો ડેવિડ મિલર 49 વખત અણનમ રહીને ટોપ-5માં છે.
IPLમાં સૌથી વધુ વખત અણનમ રહેનારા બેટ્સમેન
- એમએસ ધોની - 100*
- રવિન્દ્ર જાડેજા - 80*
- કિરોન પોલાર્ડ - 52
- દિનેશ કાર્તિક - 50
- ડેવિડ મિલર - 49
CSK એ હારનો સિલસિલો તોડ્યો
મેચની વાત કરીએ તો, ઈડન ગાર્ડન્સ ખાતે પ્રથમ બેટિંગ કરતા KKR એ નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા હતા. જવાબમાં CSK એ 19.4 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. CSKના સ્પિનર નૂર અહેમદને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો, જેણે 4 ઓવરમાં 31 રન આપીને 4 વિકેટ લીધી હતી.