Home / Sports / Hindi : Punjab defended the lowest score in IPL history

IPL 2025: પંજાબે IPL ઇતિહાસનો સૌથી ઓછો સ્કોર ડિફેન્ડ કર્યો, KKRને 16 રને હરાવ્યું

IPL 2025: પંજાબે IPL ઇતિહાસનો સૌથી ઓછો સ્કોર ડિફેન્ડ કર્યો, KKRને 16 રને હરાવ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 31મી મેચમાં આજે પંજાબ કિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને હરાવ્યું છે. આ મેચમાં પંજાબની ટીમે 16 રનથી જીત મેળવી છે. ચંદીગઢના મુલ્લાંપુરમાં રમાયેલા મુકાબલામાં કોલકાતાની ટીમ 112 રનનો સ્કોર ચેઝ ન કરી શકી. આઈપીએલના ઈતિહાસમાં પંજાબની ટીમે સૌથી નાના ટોટલને બચાવ્યો છે. આ પહેલા 2009માં ચેન્નાઈ અને પંજાબ વચ્ચે રમાયેલી મેચમાં 116 રનનો ટોટલ ડિફેન્ડ કરાયો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પંજાબની ટીમે પહેલા બેટિંગ કરતા 15.3 ઓવરમાં 111 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં કોલકાતાની ટીમ 95 રન જ બનાવી શકી હતી. સામાન્ય રીતે મેદાન પર હાઈ-સ્કોરિંગ મેચ જોવા મળે છે, પરંતુ પંજાબની બોલિંગ યુનિટે નાનો ટાર્ગેટ હોવા છતા પણ કોલકાતાના બેટ્સમેનોને હંફાવી દીધા.

112 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની શરૂઆત ખરાબ રહી. 7 રનના સ્કોર સુધી બંને ધૂરંધર આઉટ થઈ ગયા. ક્વિંટન ડી કૉક 2 રન અને સુનીલ નરેન માત્ર 5 રન બનાવીને આઉટ થઈ ગયા. આ લો-સ્કોરિંગ મેચમાં અંગકૃષ રઘુવંશી અને કેપ્ટન અજિંક્ય રહાણેએ 55 રનની ભાગીદારી કરીને કોલકાતાની જીતની આશા વધારી હતી. રઘુવંશી મેચમાં કોલકાતાના ટોપ સ્કોરર રહ્યા, જેમણે 37 રન બનાવ્યા. બીજી તરફ રહાણેએ 17 રન બનાવ્યા.

7 રનમાં 5 વિકેટ પડી

કોલકાતાએ 112 રનનો ટાર્ગેટનો પીછો કરતા એક સમયે 3 વિકેટના નુકસાન પર 72 રન બનાવી લીધા હતા. ત્યારબાદ અંગકૃષ રઘુવંશીના આઉટ થવાથી એક પછી એક ખેલાડીઓ આઉટ થતા રહ્યા અને કોલકાતા ટીમે માત્ર 7 રનમાં જ 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન વેંકટેશ અય્યર, રિંકૂ સિંહ, અંગકૃષ રઘુવંશી, રમનદીપ સિંહ અને હર્ષિત રાણાની વિકેટ પડી. વેંકટેશે માત્ર 7 રન અને રિંકૂ સિંહને જ્યારે મોટો સ્કોર કરવાની આશા હતી, તે પણ માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયા.

યુજવેન્દ્ર ચહલનું ચક્રવ્યૂહ

કોલકાતાની ટીમને હરાવવામાં સૌથી મોટું યોગદાન યુજવેન્દ્ર ચહલનું રહ્યું. તેમણે 4 ઓવરોમાં માત્ર 28 રન આપીને ચાર મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી. ચહલે અજિંક્ય રહાણે અને વિશેષ કરીને અંગકૃષ રઘુવંશીની વિકેટ લઈને મેચની દિશા પંજાબ તરફ પલટી નાખી હતી. આ સિવાય તેમણે રિંકૂ સિંહ અને રમનદીપ સિંહની પણ વિકેટ લીધી હતી.

Related News

Icon