
IPL 2025ની મધ્યમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમને મોટો ઝટકો લાગ્યો જ્યારે નિયમિત કેપ્ટન Ruturaj Gaikwad કોણીના ફ્રેક્ચરને કારણે આખી સિઝનમાંથી બહાર થઈ ગયો. CSKએ તરત જ અનુભવી Dhoni પર વિશ્વાસ મૂક્યો અને બાકીની સિઝન માટે તેને કેપ્ટનશિપ સોંપી. હવે દિગ્ગજ Dhoni ફરી એકવાર કેપ્ટનશિપ કરતો જોવા મળશે તે CSKના ફેન્સ માટે કોઈ ગિફ્ટથી ઓછું નથી. બીજી બાજુ, Gaikwad ટીમ સાથે રહેશે. તેણે પોતે આ વાતનો ખુલાસો કર્યો છે.
Gaikwad IPLમાંથી બહાર થવાથી દુઃખી છે
CSK એ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર Ruturaj Gaikwadનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે કહ્યું છે કે, "બધાને નમસ્તે, કોણીની ઇજાને કારણે IPLમાંથી બહાર થવાથી હું ખરેખર દુઃખી છું. અત્યાર સુધી તમારા સપોર્ટ બદલ આભાર. અમે છેલ્લા કેટલાક સમયથી સંઘર્ષ કરી રહ્યા છીએ, પરંતુ તમે બધા જાણો છો કે હવે ટીમની કેપ્ટનશિપ એક યુવા વિકેટકીપર કરી રહ્યા છે. આશા છે કે પરિસ્થિતિ બદલાશે. હું ટીમ સાથે રહીશ અને તેમને સંપૂર્ણ સપોર્ટ આપીશ."
Gaikwad એ Dhoniને યુવા વિકેટકીપર ગણાવ્યો
Ruturaj Gaikwad એ Dhoni 43 વર્ષના હોવા છતાં તેને યુવા વિકેટકીપરને બોલાવી રહ્યા છે. આ ઉંમરે પણ Dhoni ફિટ છે અને મેદાન પર તેની ચપળતા જોવા જેવી છે. Gaikwad એ વધુમાં કહ્યું કે, "આ ટીમને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવી ચોક્કસ સારું હોત, પરંતુ તમે જાણો છો કે કેટલીક બાબતો તમારા નિયંત્રણમાં નથી. ડગ-આઉટમાંથી ટીમને સપોર્ટ આપવા માટે આતુર છું અને આશા છે કે સિઝન સારી રહેશે."
CSK માટે 19 મેચમાં કેપ્ટનશિપ કરી છે
Ruturaj Gaikwad એ અત્યાર સુધી IPLમાં 19 મેચોમાં CSKની કેપ્ટનશિપ કરી છે, જેમાંથી ટીમે 8 જીતી છે અને 11 હારનો સામનો કરવો પડ્યો છે. તે ગઈ સિઝનમાં CSKનો કેપ્ટન બન્યો હતો. ત્યારે ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય નહતી થઈ શકી. વર્તમાન સિઝનમાં પણ તેની કેપ્ટનશિપ હેઠળ ટીમે પાંચ મેચ રમી હતી, જેમાંથી 4માં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.