IPLના પ્રારંભે ગ્રેન્ડ ઓપનિંગ સેરેમની યોજાઈ. શાહરૂખ ખાને શરૂઆત કર્યા બાદ સિંગર શ્રેયા ઘોસાલ, દિશા પટણી અને ઔજલાએ પોતાની કૃતિ રજૂ કરી. શ્રેયાએ મેરે ઢોલના, આમી જે તોમાર, નગાડા સંગ ઢોલ બાજે જેવા ગીત ગાઈને ફેન્સને ઝૂમવા મજબૂર કર્યા. છેલ્લે વંદેમાતરમ ગાયું હતું. બોલિવૂડ અભિનેત્રી દિશા પટાણીએ મલંગ-મલંગમાં ડાન્સ કર્યો. પંજાબી સિંગર કરણ ઔજલાએ હુસન તેરા તૌબા તૌબા સોંગ ગાયું.
https://twitter.com/StarSportsIndia/status/1903433162035966229
શનિવારે કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં આયોજિત ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ સ્ટાર્સ શાહરૂખ ખાન, વિરાટ કોહલી અને રિંકુ સિંહે સાથે ડાન્સ કર્યો. કોહલીએ 'ઝૂમે જો પઠાણ' પર ડાન્સ કર્યો અને રિંકુ સિંહે શાહરુખ સાથે મૈં લૂંટ-પૂટ ગયા... ગીત પર ડાન્સ કર્યો.
આજે કોલકાતાના ઇડન ગાર્ડન મેદાનમાં આજે(22 માર્ચ, 2025) રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે પ્રથમ મેચ રમાઈ રહી છે. ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં 18મી IPLની પ્રથમ મેચ જોવા માટે ઉમટ્યા છે. IPLની ઓપનિંગ સેરેમની બાદ મેચની શરૂઆત થઈ છે.
https://twitter.com/StarSportsIndia/status/1903430076915667420
IPL 2025 માં આજે કોલકાતાના ઇડન ગાર્ડન્સ મેદાનમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે. આ મેચમાં વરસાદ પડે તેવી શક્યતાઓ વચ્ચે ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં 18મી IPL જોવા માટે ઉમટ્યા છે. IPL માં ઓપનિંગ સેરેમની પોતે જ એક માણવા જેવો કાર્યક્રમ હોય છે. જેમાં દેશભરના સ્ટાર્સ હાજર રહેતા હોય છે. આ વખતે IPL થોડા નવા જ રંગરૂપ સાથે ચાહકોને જોવા મળશે માટે ક્રિકેટ પ્રેમીઓની આતુરતા પણ વધી છે. તાજેતરમાં થયેલા ઓક્શનમાં કેપ્ટન્સથી લઈને ટીમો પણ બદલાઈ છે.
ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ સ્ટાર્સની હાજરી
IPL ની ઓપનિંગ સેરેમનીમાં શાહરુખ ખાન, શ્રેયા ઘોષાલ, કરન અલુજા, દિશા પટ્ટણી જેવા સ્ટાર્સ પરફોર્મ કરે તેવી શક્યતા છે. ક્રિકેટ ચાહકો RCB VS KKR ની ટક્કરની સાથે સાથે તેમના મનપસંદ સ્ટાર્સના પરફોર્મન્સ જોવા પણ આતુર છે.
IPL ની ટિકિટ ખરીદવા મોહમ્મડન સ્પોર્ટિંગ ક્લબમાં ચાહકોની ભીડ ઉમટી હતી. ઘણા ચાહકોએ ઑનલાઇન ટિકિટ બુક કરી છતાં સમયસર ટિકિટ ન મળવાની ફરિયાદ કરી હતી. ચાહકો ટિકિટ ખરીદવા કલાકોથી લાઇનમાં ઊભા રહી ગયા હતા.
KKR અને RCB બંને ટીમો વચ્ચે 35 IPL મેચ રમાઈ છે. જેમાંથી કોલકાતાએ 21 અને બેંગલુરુએ 14 જીત મેળવી છે. બંને ટીમ ઇડન ગાર્ડન્સ પર 12 વખત ટકરાઈ છે, જેમાં KKR 8 વખત જીત્યું છે અને RCB ફક્ત 4 વખત જીત્યું છે. માટે આજની ટીમમાં કોલકાતાના ચાહકોને હોમગ્રાઉન્ડ પર ટીમની જીતની આશા છે. કોલકાતાની ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR):
અજિંક્ય રહાણે (કેપ્ટન), સુનીલ નારાયણ, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), વેંકટેશ અય્યર, અંગક્રિશ રઘુવંશી/મનીષ પાંડે, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, સ્પેન્સર જોનસન, વૈભવ અરોરા, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB):
રજત પાટીદાર (કેપ્ટન), વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, લિયામ લિવિંગસ્ટોન, જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવૂડ, યશ દયાલ અને સુયશ શર્મા.